wwe-star-alexa-bliss-publicly-stated- I Am not privet talk in social media
  • Home
  • Sports
  • Cricket
  • એવું શું થયું કે WWE સ્ટાર એલેક્ષા બ્લિસે જાહેરમાં કહ્યું- એ હું નથી

એવું શું થયું કે WWE સ્ટાર એલેક્ષા બ્લિસે જાહેરમાં કહ્યું- એ હું નથી

 | 7:47 pm IST
  • Share

  • WWE સ્ટાર એલેક્ષા બ્લિસની ચેતવણી
  • એલેક્ષાના નામે સોશિયલ મીડિયાના બનાવટી એકાઉન્ટ
  • મેં કોઇની સાથે સોશિયલ મીડિયામાં વાત નથી કરી: એલેક્ષા બ્લિશ

WWE સ્ટાર એલેક્ષા બ્લિસ (Alexa Bliss)એ વધુ એક વખત પોતાના ફેન્સને ચેતવણી આપી છે. એલેક્ષાએ જણાવ્યું છે કે તેનું નકલી એકાઉન્ટ બનાવીને કોઇ લોકો સાથે વાત કરે છે, આવામાં દરેકને સાવચેત રહેવા કહ્યું છે.

આવું ઘણી વખત થયુ છે જ્યારે સેલિબ્રિટીના નામે બનાવટી એકાઉન્ટ બનાવીને લોકોને પરેશાન કરવામાં આવે છે. એલેક્ષા બ્લિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, જેમને લાગે છે કે, તેમણે મારી સાથે વાત કરી છે, આવું કંઇ નથી. તે કોઇ મારૂ પ્રાઇવેટ એકાઉન્ટ નથી, તે હું નથી. કોઇ મારા નામનો ઉપીયોગ કરી રહ્યું છે.

એલેક્ષા બ્લિશ સાથે આવું પહેલા પણ બન્યું હતું, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેનું બમનાવટી એકાઉન્ટ બનાવીને ફેન્સ સાથે વાતચીત કરી હોય. થોડા સમય પહેલા પણ એક ફેન્સે સોશિયલ મીડિયામાં ધમકી આપી હતી.

જણાવી દઇએ કે, એલેક્ષા બ્લિશ હાલમાં WWEની પોપ્યુલર સ્ટારમાંથી એક છે. ટ્વીટર પર એલેક્ષાના 1.6 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયન ફોલોઅર્સ છે.

એલેક્ષા બ્લિશનું અસલી નામ Alexis Joann-Louise Kaufman છે, તે અમેરિકાની રહેવાસી છે. એલેક્ષાનો જન્મ 1991માં થયો હતો. હાલમાં તે WWEની સાથે છે. 2013માં એલેક્ષા સૌથી પહેલા WWE સાથે જોડાઇ હતી. પરંતુ 2016માં તે સ્મેકડાઉનનાં મેન રોસ્ટરમાં સામેલ થઇ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો