WWE Superstar John Cena Share MS Dhoni Photo goes viral
  • Home
  • Sports
  • Cricket
  • WWE સુપરસ્ટાર સીનાએ શેર કરેલી ધોનીની તસવીર થઈ રહી છે વાયરલ

WWE સુપરસ્ટાર સીનાએ શેર કરેલી ધોનીની તસવીર થઈ રહી છે વાયરલ

 | 11:34 pm IST
  • Share

  • શું ‘કેપ્ટન કૂલ’નો ‘જબરા ફેન’ છે? WWE સુપરસ્ટાર જૉન સીના
  • સીનાએ શેર કરેલી ધોનીની તસવીર વાયરલ થઈ રહી છે
  • અગાઉ કોહલી, બચ્ચન અને અરશદ વારસીની તસવીર પણ શેર કરી છે

 

જૉન સીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીર શેર કરી છે. તેમાં મહેન્દ્ર સિંહ ધોની હાથ મિલાવવા માટે હાથ આગળ તરફ વધારતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ છે. માત્ર બે કલાકમાં જ આ તસવીરને 6 લાખથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. 16 વખતના ચેમ્પિયન જૉન સીનાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1.67 કરોડ ફૉલોવર્સ છે.

જૉન સીના ધોનીની પહેલા વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય, અરશદ વારસી જેવી ભારતીય હસ્તિઓની તસવીર શેર કરી ચૂક્યો છે. સીનાએ વનડે વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલ પહેલા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ પહેલા વિરાટ કોહલીની તસવીર શેર કરી હતી. જો કે બન્ને વખતે ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

જૉન સીના પ્રોફેશનલ રેસલર હોવાની સાથે જ તેણે અનેક ટીવી શૉમાં પણ કામ કર્યું છે. આ સિવાય ધી મરીન, 12 રાઉન્ડ્સ, ફ્રેડ અને F9 જેવી ફિલ્મોમાં પણ જોન સીના જોવા મળી ચૂક્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો