You are inspiration: PM Modi react to Bhavani Devi apology Olympics 2020
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તલવારબાજ ભવાનીએ ટોક્યોમાં હારી જતા માફી માંગી તો PM મોદીએ Tweet કરતાં કહ્યું કે…

તલવારબાજ ભવાનીએ ટોક્યોમાં હારી જતા માફી માંગી તો PM મોદીએ Tweet કરતાં કહ્યું કે…

 | 6:33 am IST
  • Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં બીજા તબક્કામાં બહાર થવા છતાંય ઇતિહાસ રચનાર ભારતીય તલવારબાજ સી એ ભવાની દેવીનો વિશ્વાસ વધારતા કહ્યું કે દેશને તેમના યોગદાન પર ગર્વ છે.

પ્રધાનમંત્રી મોદીએ ભવાનીના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને આ જ અગત્યનું છે. હાર અને જીત જીવનનો અંગ છે. ભારતને તમારા યોગદાન પર ગર્વ છે. તમે આપણા નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

આની પહેલાં ભવાનીએ ટ્વીટ કરી હતી કે મેં મારી તરફથી સંપૂર્ણ પ્રયાસ કર્યો પરંતુ બીજો મુકાબલો જીત ના શકી. હું ક્ષમા માંગું છું. આવતા ઓલિમ્પિકમાં તમારી પ્રાર્થનાઓની સાથે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.

ઓલિમ્પિકના ઇતિહાસમાં તલવારબાજીમાં ક્વોલિફાઇ કરનાર પહેલી ભારતીય મહિલા ભવાનીને મહિલાઓની વ્યક્તિગત સબારેના બીજી મેચમાં રિયો ઓલિમ્પિકના સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર બ્રૂનેટ સામે 7-15થી હારનો સામનો કરવો પડ્યો. તેમણે આની પહેલાં ટ્યુનીશિયાના નાદિયા બેન અજીજીને 15-3થી હરાવીને બીજા દોરમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન