You Can do More than 35 Works on mAadhaar App
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આધાર માટે નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠાં જ કરી શકશો આ 35 જરૂરી કામ

આધાર માટે નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠાં જ કરી શકશો આ 35 જરૂરી કામ

 | 1:44 pm IST
  • Share

ભારતમાં આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયું છે. સરકારીથી લઈને ખાનગી કામો માટે પણ આધારની જરૂર પડે છે. સિમ કાર્ડ ખરીદવું હોય કે પછી બેંક એકાઉન્ટ ખોલાવવું હોય તમામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. જો તમારા આધાર કાર્ડમાં સહેજ પણ ભૂલ હોય તો તમારું જરૂરી કામ અટકી પડે છે. તો આવી ભૂલોને સુધારવા માટે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘરે બેઠાં જ તમે આધારમાં જરૂરી સુધારા કરી શકો છો.

આધાર અપડેટ કરવું હોય કે પછી અન્ય જરૂર કામ કરવું હોય તો સૌથી પહેલાં સ્માર્ટફોનમાં mAadhaar App ડાઉનલોડ કરી લો. અને જો પહેલેથી ફોનમાં આ એપ છે તો તેને અપડેટ કરી દો. હાલમાં જ UIDAIએ આધારનું નવું અપડેટ બહાર પાડ્યું છે. જેનાથી તમે અનેક સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. હા પણ ધ્યાન રહે કે આધારની અનેક ફેક એપ પણ છે તેથી UIDAIની ઓફિશિયલ એપ જ ડાઉનલોડ કરવી જોઈએ.

mAadhaar Appના ફાયદા આ પ્રમાણે છેઃ

– ફોનમાં આધારની કોપી ડાઉનલોડ કરી સેવ કરી શકો છો
– આધાર રિપ્રિન્ટના ઓપ્શનનો લાભ ઉઠાવી શકો છો
– એપ મારફતે ઓફલાઈન મોડમાં પણ આધાર દેખાડી શકો છો. જેથી ફિઝિકલ કોપી લઈને જવાની જરૂર નથી
– આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરી શકો છો
– એપમાં પરિવારના 5 સભ્યોના આધાર કાર્ડ રાખી શકાય છે અને તેને એકસાથે મેનેજ કરી શકાય છે
– એપ મારફતે આધાર નંબરને ક્યારેય પણ લોક કે અનલોક કરી શકાય છે
– સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફીચર એપમાં આપવામાં આવ્યું છે. કેમ કે આધાર સાથે બાયોમેટ્રિક ડેટા જોડાયેલો છે જે ખુબ જ જરૂરી હોય છે. બાયોમેટ્રિક લોકિંગ સિસ્ટમ અનેબલ કરવાથી આધાર લોક થઈ જાઈ છે અને જ્યાં સુધી અનલોક નથી કરતાં ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકતા નથી.
– QR કોડ અને EKYC ડેટા શેર કરી શકાય છે
– સરકારી કામોમાં પેપરલેસ વેરિફિકેશન દરમિયાન મદદ મળી શકે છે
– પાસવર્ડથી સુરક્ષિત E-KYC અને QR કોડ મોકલી શકાય છે
– નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરની જાણકારી મળે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન