You can now make video calls with 50 people at a time on WhatsApp
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • WhatsApp પરથી એક સાથે 50 લોકોને કરી શકાય ફોન, જાણો પ્રોસેસ

WhatsApp પરથી એક સાથે 50 લોકોને કરી શકાય ફોન, જાણો પ્રોસેસ

 | 11:32 am IST
  • Share

આજકાલ વીડિયો કોન્ફરન્સિંગ અને Calling Appની ભરમાર છે. બધા એક-એકથી ચઢિયાતા ફીચર્સ અને સુવિધાઓ આપી રહ્યા છે. વોટ્સએપના મેસેજન્જર રૂમમાં પણ વીડિયો કોલિંગની એક આવી સુવિધા છે જેમાં એક સાથે 50થી વધુ લોકોની સાથે ગ્રૂપ વીડિયો કોલ કરી શકાય છે. આવો જાણીએ તેની રીત

તેમાં એક યુઝર Rooms બનાવી શકે છે જ્યાં મોટા ગ્રૂપમાંથી મેસેન્જર એપનો ઉપયોગ કરીને કે મોબાઇલ કે વેબ બ્રાઉઝરમાં મેસેન્જર વેબસાઇટ ખોલીને વીડિયો ચેટ કરી શકે છે. યુઝર્સ WhatsAppમાં પોતાના Contacts અને ગ્રૂપ ચેટ માટે ઇનવિટેશન લિંક મોકલી શકે છે જેથી કરીને Roomsમાં સામેલ થઇ શકે. આ ફીચરની સૌથી ખાસ વાત એ પણ છે કે યુઝર માત્ર લિંક દ્વારા ગ્રૂપ વીડિયો કોલમાં એડ કરી શકો છો. ભલે તેની પાસે ફેસબુક એકાઉન્ટ કે મેસેન્જર એપ ના હોય.

આવી રીતે કરો ઉપયોગ

-WhatsApp વેબ કે ડેસ્કટોપ ખોલો
– એ ચેટ પર જાઓ જેને તમે વીડિયો કોલ માટે પસંદ કરવા માંગો છો
– સ્ક્રીન પર અટેચમેન્ટ આઇકન પર ટેપ કરો
– અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરવા પર તમે કેટલાંય વિકલ્પ દેખાશે જેમકે ડોક્યુમેન્ટ, કેમેરા, ગેલેરી, ઓડિયો, પેમેન્ટ અને રૂમ
– તમારે ‘Rooms’ પર ક્લિક કરવું પડશે
– Rooms પર ક્લિક કરવા પર તમને continue in messanger to create a room નો વિકલ્પ દેખાશે
– તમે ‘Continue in Messenger’ ઓપ્શન પર ક્લિક કરો
– ત્યારબાદ તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો

તેની સાથે જ WhatsApp પર હવે મેસેજ મોકલવા ખૂબ સરળ થઇ જશે. Fast Playback ફીચર દ્વારા યુઝર્સ વોઇસ મેસેજ માટે પ્લેબેક સ્પીડ સેટિંગને ચેન્જ કરી શકે છે. તેના દ્વારા કોઇના અવાજની પિચને બદલ્યા વગર પ્લેબેક સ્પીડને બે ગણા સુધી વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન