You can secure the Aadhaar card with some precautions step
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે કોઈ ચોરી નહી કરી શકે તમારો પર્સનલ ડેટા, આ રીતે સુરક્ષિત રાખો તમારૂ આધાર કાર્ડ

હવે કોઈ ચોરી નહી કરી શકે તમારો પર્સનલ ડેટા, આ રીતે સુરક્ષિત રાખો તમારૂ આધાર કાર્ડ

 | 9:44 pm IST
  • Share

આજના સમયમાં આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. તે એક મહત્વપૂર્ણ આઈડેંટિડી વેરિફિકેશન ડોક્યૂમેન્ટ માથી એક છે. પછી ભલે કોઈને આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અથવા બેંક ખાતું ખોલવવુ હોય, આ સિવાય જો કોઈને કોરોના રસી લેવી હોય તો પણ આધારકાર્ડ આવશ્યક છે. જો કે, તેની સુરક્ષાને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થયા છે. તેનો દુરૂપયોગ પણ વધ્યો છે. તો તમે કેટલીક સાવચેતીથી તમે સુરક્ષિત રહી શકો છો.

આ રીતે લોક કરો આધાર નંબર: તમને જણાવી દઈએ કે, આ પ્રોસેસમાં આધાર નંબર લોક કરવામાં આવે છે અને 16-અંકનો વર્ચુઅલ આઈડી (VID)ને દરેક પ્રકારના ઓથેન્ટિકેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં બે માર્ગો છે.

UIDAI વેબસાઇટ દ્વારા આ રીતે લોક

  • આ માટે તમારે પહેલા uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ આધાર સેવાઓ હેઠળ આધાર લોક એન્ડ અનલોક પર ક્લિક કરવું પડશે.
  • પછી લોક UID પર ક્લિક કરો.
  • આ પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર (UID) દાખલ કરવો પડશે.
  • પછી તમારું નામ જે તમારા આધારમાં લખેલ છે તે નાખો. પિન કોડ પણ દાખલ કરો.
  • પછી સિક્યોરિટી કોડ દાખલ કરો.
  • આ પછી તમારે ઓટીપી અથવા TOTP પર ક્લિક કરવું પડશે.
    પછી તમારા મોબાઇલ પર જે વન-ટાઇમ પાસવર્ડ આવેલ છે તેને દાખલ કરો. આમ કરવાથી તમારો આધાર નંબર લોક થઈ જશે.
  • તે જ રીતે તમે તમારો આધાર નંબર અનલોક કરી શકો છો.

તમે SMS દ્વારા પણ લોક કરી શકશો: તમે SMS દ્વારા પણ આધાર નંબર લોક કરી શકશો. આધારકાર્ડ ધારક પાસે 16 અંકનો વીઆઇડી નંબર હોવો આવશ્યક છે. જો તમારી પાસે વીઆઇડી નથી, તો તે એસએમએસ સેવા અથવા UIDAI વેબસાઇટ પર રેજિડેંટ પોર્ટલ દ્વારા જનરેટ કરી શકાય છે. જો કે, એ ધ્યાનમાં રાખવું રહ્યું કે આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઇલ નંબરને UIDAI ના ડેટાબેઝમાં રજિસ્ટર કરવો જરૂરી છે. નીચેના પગલાંઓ અનુસરો.

સ્ટેપ 1- આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી એસએમએસ કરવો પડશે. આ માટે તમારે તમારા આધાર નંબરના છેલ્લા 4 અંકો દાખલ કરવા પડશે. ઉદાહરણ તરીકે, જો તમારો આધાર નંબર 1567 6754 7654 છે, તો તમારે GETOTP7654 મેસેજ કરવો પડશે.

સ્ટેપ 2- જ્યારે તમે મેસેજ મોકલશો ત્યારે તમને 6 અંકનો ઓટીપી મળશે જે યુઆઇડીએઆઇ તરફથી આવશે.

સ્ટેપ 3- પછી તમારે બીજો મેસેજ મોકલવો પડશે. આ મેસેજ LOCKID આધારના છેલ્લા 4 અંકો અને 6-અંકનો ઓટીપી નંબર દાખલ કર્યા પછી તે જ નંબર પર મોકલવો પડશે.

સ્ટેપ 4- આ પછી તમારો આધાર નંબર લોક થઈ જશે. આ માટે તમને એક કંન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન