you can visit these hill stations of uttarakhand in summer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉકળતા ઉનાળામાં ફરી આવો ઉત્તરાખંડના આ હિલ સ્ટેશન પર, પ્રકૃત્તિનું સાનિધ્ય માણો

ઉકળતા ઉનાળામાં ફરી આવો ઉત્તરાખંડના આ હિલ સ્ટેશન પર, પ્રકૃત્તિનું સાનિધ્ય માણો

 | 10:12 am IST
  • Share

જ્યારે પણ ફરવાની વાત આવે છે ત્યારે લોકોને પહેલા હિલ સ્ટેશન જવું ગમે છે. પર્વતો કોને ન ગમે? કુદરતના સાનિધ્યમાં ફરવાનુ મળે તો કોને મજા ન આવે. ખાસ કરીને ઉનાળાના તાપમાં હિલ સ્ટેશન ફરવા જાવાની મજા જ કંઇક ઓર છે. જો તમે પણ હિલ સ્ટેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ભારતના કેટલાક હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નૌકુચિયાતાલ

ઉત્તરાખંડમાં આવેલું નૌકુચિયાતાલ એક ભવ્ય સ્થળ છે. આ હિલ સ્ટેશન વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં એક કિલોમીટરની અંદર 9 ઝીલ આવેલી છે.જે લોકો એકવખત આ સ્થળે આવે ફરી ફરી આવવાનું મન બનાવી લે છે. આ જગ્યા ખુબજ શાંત હોવાથી મનને શાંતિ મળે છે.

ચંપાવત
સમુદ્ર સપાટીથી આશરે 1600 મીટરની ઉંચાઈએઆ હિલ સ્ટેશન તેની સુંદરતા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. અહીં તમને ઘણા મંદિરો જોવા મળશે. શિયાળામાં આ સ્થાન બરફથી ઢંકાયેલું રહે છે, જ્યારે ઉનાળામાં પણ અહીંનું હવામાન એકદમ ઠંડું હોય છે.

ચકરાતા
તમે એવા સ્થળની મુલાકાત લેવા માંગો છો જ્યાં તમને ખુબ સારી યાદો મળે તો આ સ્થળ તમારા માટે છે. પ્રકૃતિની સુંદરતા અહીં સોળ કળાએ ખીલેલી જોવા મળે છે. તમે અહી કુદરતના ખોળે તમામ તકલીફોને ભૂલી આરામથી શાંતિપૂર્ણ પળો વિતાવી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન