You chose public life Bombay HC React Shilpa Shetty on her plea against media reports
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોર્નોગ્રાફી કેસ: ‘જાહેર જીવન તમે પસંદ કર્યું’, કોર્ટે શિલ્પાને એવી સંભળાવી કે….શું મીડિયા…

પોર્નોગ્રાફી કેસ: ‘જાહેર જીવન તમે પસંદ કર્યું’, કોર્ટે શિલ્પાને એવી સંભળાવી કે….શું મીડિયા…

 | 10:54 am IST
  • Share

29 જુલાઈના રોજ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 29 મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં, બોમ્બે હાઇકોર્ટે માનહાનિના દાવો પર મીડિયા અથવા સોશિયલ મીડિયાને ‘મૌન’ રાખવાનો ઇનકાર કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જો મીડિયા સૂત્રોને ટાંકીને સમાચાર ચલાવી રહ્યું છે તો તે કેવી રીતે ખોટું છે. વકીલને પણ કહ્યું- ‘તમારા ક્લાયન્ટના પતિ સામે કેસ છે અને આ કોર્ટ કોઈપણ રીતે દખલ નહીં કરે. તમારો ક્લાયન્ટ કોઈપણ હોઈ શકે છે પરંતુ બદનક્ષી માટે કાયદો છે. ‘

હાઈકોર્ટે કહ્યું- ‘શું તમે ઈચ્છો છો કે કોર્ટ બેસીને મીડિયા સંસ્થાઓ દ્વારા દરેક સમાચાર માટે ઉપયોગમાં લેવાતા સ્રોતોની તપાસ કરે. પોલીસ સ્ત્રોતો પર આધારિત અહેવાલોને દુર્ભાવનાપૂર્ણ અથવા અપમાનજનક ન કહી શકાય.

જસ્ટિસ ગૌતમ પટેલે આગળ કહ્યું- ‘તમે (શેટ્ટી) જાહેર જીવન પસંદ કર્યું. તમારું જીવન માઇક્રોસ્કોપ હેઠળ છે. સૌપ્રથમ એવું કહેવું છે કે તે રડી અને પતિની સાથે લડી જ્યારે તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું તે માનહાનિ કરનારું ન હતું. એવું બતાવે છે કે તે પણ એક માણસ છે.

‘જો તમે આ વિશે અમારી પાસેથી કંઇ અપેક્ષા રાખો છો, તો તે પ્રેસની સ્વતંત્રતા માટે ખૂબ ગંભીર પરિણામો લાવી શકે છે. જો કોઈ શિલ્પા શેટ્ટી વિશે કંઈક કહે તો તે મોટી વાત બની જાય છે? શા માટે? આમાં મોટી વાત શું છે? અહીં એવું ન થઈ શકે કે જો તમે મારા વિશે કંઇક સરસ લખી કે બોલી ન શકો તો બિલકુલ કશું ના બોલો? ‘

એડલ્ટ ફિલ્મ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન, ઘણા અહેવાલોએ દાવો કર્યો હતો કે જ્યારે કુંદ્રા અને શેટ્ટી સામસામે હતા, ત્યારે અભિનેત્રી રડવા લાગી. તેણે પતિ રાજ કુન્દ્રા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિલ્પા શેટ્ટીએ આવા ઘણા અહેવાલો અંગે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. શિલ્પા શેટ્ટીએ 25 કરોડના વળતરની માગણી કરતા કહ્યું કે, ઘણા મીડિયા પબ્લિકેશન્સ અને ગૂગલ, ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સના કારણે તેણીને નુકસાન થયું છે જે ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન