You will also be shocked to see the current state of Gujarat in the wake of heavy rains
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના હાલ થયા બેહાલ, ભારે વરસાદના પગલે સર્વત્ર વિનાશ, Photos જોઈને તમે પણ ચોંકી જશો

ગુજરાતના હાલ થયા બેહાલ, ભારે વરસાદના પગલે સર્વત્ર વિનાશ, Photos જોઈને તમે પણ ચોંકી જશો

 | 4:38 pm IST
  • Share

ગુજરાતમાં આભ ફાટતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. ગામોના ગામ નદીમાં ફેરવાઈ ગયા છે. તોક્તે વાવાઝોડા બાદ ફરી ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે. અનેક જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ગામો ફરી પાણીમાં ડૂબી ગયા છે. ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ ગયા છે. તો ઘરો હતા ન હતા થઈ ગયા છે. અનેક ગામોમાં પશુઓને ઘણું નુકસાન થયું છે. ગામમાં વીજ થાંભલા તૂટી ગયા છે. ગામના લોકો પાસે ખાવા માટે ખોરાક નથી, કારણ કે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના વાહનો પણ પાણીમાં અટવાઇ ગયા છે. ખેડૂતોના ખેતરમાં રાખવામાં આવેલી ઘરવપરાશની વસ્તુઓ સાથે, સાધનો પણ પાણીમાં ડૂબી ગયા છે. આ સ્થિતિના કેટલાક ફોટો સંદેશ ન્યૂઝ ક્લિક કરવામાં આવ્યા છે. આ Photo જોઈને થોડીવાર માટે તો તમે પણ ચોંકી જશો અને કહેશો ભગવાન બધાની રક્ષા કરે. જુઓ આ ફોટો..

સંદેશ ન્યૂઝની લોકોને ખાસ અપીલ

  • ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી
  • લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા સંદેશ ન્યૂઝની અપીલ
  • વીજપોલ અને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવું
  • પશુ પક્ષીને આવી સ્થિતિમાં બાંધી ન રાખવા અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન