Young man making video on railway track in Mehsana killed by train
  • Home
  • Gujarat
  • રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા યુવાનો માટે લાલ બત્તી સમાન ઘટના, એક યુવકનું મોત

રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા યુવાનો માટે લાલ બત્તી સમાન ઘટના, એક યુવકનું મોત

 | 10:25 pm IST
  • Share

આજના યુવાનોને વીડિયો અને સેલ્ફી લેવાનો જાણે ચસ્કો લાગ્યો હોય તેમ તેઓ કોઇ પણ સ્થાને વીડિયો બનાવવા લાગે છે. ત્યારે આજે મહેસાણામાં એક એવી ઘટના બની છે જે વીડિયોના શોખીન યુવકો માટે ચેતવણી છે. મહેસાણામાં વીડિયો બનાવવા જતાં ટ્રેનની અડફેટે એક યુવકનું મોત નિપજ્યું છે.

મહેસાણાના પાંચોટ બાયપાસ પાસે આજે એક કરૂણ ઘટના બની છે પરંતુ આ ઘટના આજના યુવા વર્ગ માટે ચેતવણી છે. રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા 3 યુવકો ટ્રેનની અડફેટે આવતા 1 યુવકનું મોત નિપજ્યું છે જ્યારે 1 ઘાયલ થયો છે. રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા યુવાનો માટે આ એક લાલ બત્તી સમાન ઘટના છે.

પાચોટ બાયપાસ પાસે ટ્રેનની અડફેટે 25 વર્ષીય યુવાન વીડિયો બનાવવા જતા જીવ ગુમાવ્યો છે. 25 વર્ષીય જીગ્નેશ ઠાકોરનું મોત થયું છે. અહિં 3 મિત્રો સાથે વીડિયો બનાવવા રેલવે ટ્રેક પર આવ્યા હતા. 2 મિત્રો વીડિયો બનાવી રહ્યા હતા પરંતુ ટ્રેન આવતા અન્ય મિત્રએ બંને યુવાનોને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી તો જીગ્નેશનું ઘટના સ્થળે મોત થયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો