Your week From 15-01-22 to 21-01-22
  • Home
  • Astro
  • આપનું સપ્તાહ તા. 15-01-22 થી 21-01-22 સુધી

આપનું સપ્તાહ તા. 15-01-22 થી 21-01-22 સુધી

 | 4:02 am IST
  • Share

. . .

મેષ     

સામાન્ય હળવું ટેન્શન રહેતું જણાશે. અલબત્ત  સંજોગો સાનુકૂળ બનતા આનંદનો પ્રસંગ પણ ઉત્સાહ સર્જશે. ખર્ચા વધવાથી આર્થિક સંકડામણ થાય. કરજ લોનનો બોજ વધી શકે. ગણતરીથી ચાલીને સમતોલ રાખી શકશો. સફળતા અને સારા પરિણામ માટે વધુ પ્રયત્નોની સાથે સારો વ્યવહાર જરૂરી. નોકરીમાં ઉપરીની સહાયતા, ધંધામાં આગળ વધી શકશો. ગૃહજીવનની સમસ્યાઓને સુલઝાવી લેજો.

...

વૃષભ

સંજોગો અને પરિસ્થિતિના કારણે કોઈ તાણચિંતા હશે તો તેના નિવારણ માટે ભક્તિ માર્ગ મદદરૂપ થાય. નાણાકીય બાબતોની ગૂંચવણો ઉકેલી શકશો. લાભની કોઈ આશા ફળતી લાગે. લોનકરજચુકવણાલેણા અંગે સમય મદદગાર બને. વ્યવસાયિક ક્ષેત્રે સંજોગો હજી કઠિન છે. પણ પ્રચંડ પુરુષાર્થ જરૂર સફળતા અપાવે. નોકરીમાં પ્રગતિની તક.

...

મનની સ્થિતિ ડામાડોળ,અસ્થિર બનવા ન દેશો. વિચલિત થવું નહીં. ધીરજ, સંયમ જરૂર સહાયક બને. આર્થિક બાબતો અંગે સમયનો સાથ મળતા આવક વૃદ્ધિની તક આવી મળે, ખર્ચનો પ્રસંગ પણ રહે. ઉધાર ન લેવું ન આપવું. આપના મહત્ત્વના કામકાજો અંગે કોઈ અગત્યની યોજના માટે સમય સુધરે. નોકરિયાતને ધાર્યું કામ થતું જણાય, ધંધામાં વિકાસકારક સંજોગો સર્જાય, પતિપત્ની વચ્ચેના મતભેદો પ્રેમસમજદારીથી નિવારી શકો.

..

કર્ક

સર્વત્ર અવિશ્વાસવહેમી, શંકા ન રાખતા હકારાત્મક વિચારો રાખીને હળવા રહી શકોઆર્થિક સ્થિતિ ભલે કટોકટીભરી હોય, પણ ખરા કામ વખતે અણધારી ઇશ્વરીય મદદ મળે, ખોટાખર્ચ વ્યય, વ્યવહારો ત્યાગજો,આપના નોકરીધંધાના કાર્યો અંગે યા પ્રશ્નોના હલ માટે તક આવી મળે. આપ અન્ય કાર્યો અંગે પણ લાભ ઉઠાવી શકો. કુટુંબીજન અંગે આપને સમસ્યા રહેતી હોય તો કેવળ સમજદારીથી શાંતિ રહે.

..

સિંહ

માનસિક મૂંઝવણો યા અન્ય તણાવની સ્થિતિમાંથી બહાર આવતા પ્રવૃત્તિશીલક્રિયાશીલ રહો. આવક વધારવાના પ્રયત્નોનું ફળ અલ્પ જણાય. ખર્ચા વધી જતાં તંગ સ્થિતિ. ઉઘરાણી પર ધ્યાન આપજો. મકાનવાહન ના કામ અંગે પ્રયત્નો ફળે, નોકરિયાતને સાનુકૂળ તક મળે. ધંધામાં ધીમી ગતિએ આગળ વધશો. જીવનસાથીનો સહકાર મળે, મિત્રપ્રિયજન અંગે સામાન્ય ગેરસમજ, સંતાનની સમસ્યાથી સાચવવું, તબિયત સંભાળવી.

...

કન્યા

ભય, ચિંતા, અનુમાનથી દુઃખી થવા કરતાંપડશે તેવા દેવાશેએ નીતિથી ચાલશો તો રાહત રહેશે. નાણાભીડનો અનુભવ થશે પણ કામ અટકે નહીં, તે અંગે કોઈ મદદ મેળવી શકો. સામાન્ય ખર્ચ રહે, ભરોસે ન રહેવું. વાહનમિલકત અંગેના કાર્યોને સફળ બનતા જોઈ શકો. મુશ્કેલી વિઘ્નો દૂર થાય, નોકરીમાં પ્રગતિકારક, ધંધાકીય નવરચના થાય, દાંપત્યજીવનમાં ઉદાસીનતા અને નિરાશા જણાય. ગૃહવિવાદ રોકજો.

..

તુલા

અંગત અંતઃકરણની વ્યથામાં કોઈ બેચેનીનો અનુભવ થોડો વખત બાદ દૂર થઈ આનંદ હર્ષની લાગણી જણાશે. આર્થિક દૃષ્ટિએ હવે કોઈ નવા માર્ગ કે કોઈ તકોની આશા રાખી શકશો. સમય સંજોગ બદલાતા જણાય. મહત્ત્વના કામકાજોસરકારીખાનગી ઑફિસના યા જમીનવાહન અંગેના આપ ઉકેલી શકો. વ્યવસાયિક પ્રગતિ, આપના સાંસારિક, સામાજિક કે ઘરના પ્રશ્નોને હલ કરવાની તક વધે. સ્વજનસગાંઓથી મનદુઃખ દૂર થાય.

..

વૃષિક

આપને કોઈ ને કોઈ નિમિત્તે માનસિક તણાવ, ટેન્શનનો અનુભવ થતો જણાશે. સંયમશાંતિ કેળવજો, આવક વધારવાના પ્રયત્નો સફળ બને, યા કોઈની મદદ, ઉઘરાણી મળી શકે. વ્યાજલોન અંગેની ચિંતાનો હલ મળે, નોકરીધંધાના ક્ષેત્રે આગળ વધવાના સંજોગ દેખાશે. મહેનત ફળે, સંપત્તિની બાબતોની ગૂંચ ઉકેલાય, ગૃહજીવનમાં મનમેળ, સંવાદિતા રહે, પ્રિયજનથી મિલનમુલાકાત. સગાંસ્વજન સાથેના સંબંધો સુધરે.

....

ધન

અકારણ ચિંતાનો અનુભવ થશે ખરો પરંતુ આપના હકારાત્મક વિચારોથી હળવાશ થાય, નાણાકીય સંજોગો પણ ઘણાં બદલાય, સારી તક કે આયોજન થાય, પ્રશ્નોનો ઉકેલ મળે, જાવકને રોકજો, કાર્ય સફળતા માટે વધુ પુરુષાર્થ તથા  ધીરજ જોઈશે, સમય વધુ જશે. નોકરિયાતને બોજો, ધંધામાં વિલંબથી ફળ, કૌટુંબિક બાબતોગૂંચવાય નહીં તે જોવું. ખોટા વાદવિવાદ, દલીલોથી દૂર રહેવું. મિત્રસ્નેહીથી મિલન, સ્વાસ્થ્ય સુધરે.

..

મકર

આશાઉત્સાહજોશનો અનુભવ કરી શકશો. ટેન્શન દૂર થાય, આર્થિક ગૂંચવણો અને મુશ્કેલીમાંથી બહાર આવવાની તક, મદદ સર્જાય. ખર્ચવ્યય અટકાવી શકશો. આપના જમીનજાગીરવાહન વગેરે કામકાજોમાં વિલંબવિઘ્ન રહે. નોકરીમાં ધાર્યું થાય, ધંધામાં વિકાસ જણાય, પતિપત્ની વચ્ચેના સંબંધોને વધુ ઉષ્માભર્યા બનાવી શકશો. સ્વજનમિત્રનો સહયોગ, આરોગ્ય ચિંતા, પ્રવાસમાં સુખદ અનુભવ.

...

કુંભ

સામા પવને પ્રતિકૂળતાની સ્થિતિ આપને જોવી પડે, મનમાં ભાર અનુભવાય. આર્થિક રીતે સમય કઠિન જણાય, ધારી આવકઉઘરાણી અટકતી લાગે. ખોટાવ્યયઅર્થહીન ખર્ચા જણાય, આપના ધંધાનોકરીના કામોમાં વ્યસ્તતા વધે પણ ફળ, વળતર ખાસ દેખાય નહીં, કોઈ એકાદ કામ સફળ બની શકે. ગૃહજીવનમાં નજીવી વાતમાં ચકમક ઝરી શકે. ખોટી ગેરસમજ થાય, અલબત્ત કુનેહ, વિવેકથી શાંતિ થાય, આરોગ્ય જળવાય, પ્રવાસમાં સાનુકૂળતા.

....

મીન

મનના મૂંઝવતા પ્રશ્નો કે ધારી અપેક્ષાઓ અંગે ટેન્શન વધતું જણાય, તે સુખે દુઃખી  બનતા જણાશો. કોઈ નવો આવકવૃદ્ધિનો માર્ગ ઊભો કરી શકો. મિત્રહિતેચ્છુ મદદગાર બને. લેણદારોથી રાહત મળે, નોકરિયાતને સાનુકૂળ તક મળે. ધંધાવ્યવસાયમાં પ્રગતિ થાય, પણ ઘણો વિલંબ જણાય. મહત્ત્વનું કામ થતું લાગે. દાંપત્યજીવનમાં સમાધાન રહે, તબિયત સાચવવી, કૌટુંબિક બાબત સૂલઝાય, પ્રવાસમાં પ્રસન્નતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો