zareen khan cleaning her house actress shares video on internet
  • Home
  • Featured
  • ઘરમાં બંધ રહીને ઝરીન ખાને શેર કર્યો આવો વીડિયો, કહ્યું-આખરે મને અહેસાસ થઈ ગયો કે….

ઘરમાં બંધ રહીને ઝરીન ખાને શેર કર્યો આવો વીડિયો, કહ્યું-આખરે મને અહેસાસ થઈ ગયો કે….

 | 5:49 pm IST

બોલિવૂડના બધા કલાકારો આ દિવસોમાં કોરોનાને લઈ ઘરમાં બંધ છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એ જ રીતે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ઝરીન ખાન પણ ઘરમાં રહીને ઘરના કામ કરે છે એનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બાલકની સાફ કરતી જોવા મળે છે.

હાલમાં ઝરીન ખાને આ વીડિયો ઈન્સ્ટા પર અપલોડ કર્યો છે અને તેના 4 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ થઈ ચૂક્યા છે. લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતાં ઝરીન ખાને લખ્યું કે, ક્વોરન્ટાઈન દરમિયાન ઘરની સફાઈ કરવી એ જ મોટું વર્કઆઉટ છે. આખરે આપણે આ વાતનો અહેસાસ થઈ જ ગયો. ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન