zhuanghe University Campus Sealed, 500 students were isolated
  • Home
  • Corona
  • ચીનમાં કોરોનાની નવી લહેર, 1500 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા આઈસોલેટ

ચીનમાં કોરોનાની નવી લહેર, 1500 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા આઈસોલેટ

 | 4:46 pm IST
  • Share

  • રાજધાની બીજિંગમાં પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે
  • ચીનમાં અત્યાર સુધીમાં 98,315 કેસો આવ્યા છે
  • ચીનમાં કોરોનાને કારણે 4,636 લોકોએ જીવ ગુમાવ્યો છે

જે ચીનમાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી, ત્યાં ફરી એકવાર તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનની એક યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ ત્યાંના 1,500થી વધુ વિદ્યાર્થીઓને હોટલોમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, ચીનના દાલિયાન પ્રાંતના ઉત્તર-પશ્ચિમ શહેરમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં રવિવારે કોરોનાના ડઝનેક કેસ નોંધાયા હતા. આ પછી યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે વિદ્યાર્થીઓને મોનિટરિંગ માટે હોટલમાં મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ત્યાંથી ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ રહ્યા છે અને તેમને રૂમમાં જ ભોજન આપવામાં આવી રહ્યું છે.

બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ 

ચીન કોરોનાને લઈને સતત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. જ્યાં પણ કોરોનાના થોડા પણ કેસ નોંધાય છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાદી દે છે. ક્વારન્ટાઈન,ટેસ્ટિંગ અને ટ્રાવેલ પરના નિયંત્રણો હવે ત્યાંની મોટાભાગની વસ્તી માટે ન્યૂ નોર્મલ બની ગયુ છે. ચીનમાં પણ કોરોના સામે રસીકરણ અભિયાન ઝડપથી આગળ ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે વિશ્વમાં રસીના ડોઝની સંખ્યા સૌથી વધુ છે. આ સાથે હવે ત્યાં બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

પાળેલા કૂતરાને મારી નાખ્યો

તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓએ ક્વોરેન્ટાઇન કરેલા વ્યક્તિના પાળેલા કૂતરાને મારી નાખ્યો હતો, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ઘટના શાંગરાવમાં બની હતી. આ પછી, ત્યાંની સ્થાનિક સત્તાવાળાએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં દાવો કરવામાં આવ્યો કે કૂતરાના માલિક અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે. તો બીજી તરફ ચીનના પ્રાણી અધિકારો પર કામ કરતી સંસ્થા, ચાઇના સ્મોલ એનિમલ પ્રોટેક્શન એસોસિએશને આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે, રોગચાળાની આડમાં કોઈ નિર્દોષનો જીવ ન લેવો જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો