Zodiac Sign number 26 astrology Numerology
  • Home
  • Supplements
  • Nakshatra
  • અંક 26ના જાતકો શક્તિશાળી અને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે

અંક 26ના જાતકો શક્તિશાળી અને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે

 | 6:10 pm IST
  • Share

26મી તારીખે જન્મેલા જાતકો જીવનસંગ્રામમાં એક ઘડાયેલા યોદ્ધાની જેમ વર્તે છે, તેમણે જીવન ગંભીર રીતે જીવવાને બદલે હળવાશ અને ઉલ્લાસથી જીવવું જોઈએ, નહીં તો જીવનનો આનંદ ગુમાવી બેસે છે

અંક ’26’ એ 2 અને 6ના સંયોજનથી બનેલો છે અને તેનો મૂળાંક 2+6=8 થાય છે તેથી અંક 26માં અંક 2, 6 અને 8ના ગુણધર્મોનો સમન્વય થયો છે. કોઈપણ માસની 26મી તારીખે જન્મેલા લોકો શક્તિશાળી, બુદ્ધિશાળી, મહત્ત્વાકાંક્ષી, ગંભીર, ઉદાર, સહકાર અને સહાનુભૂતિની ભાવનાવાળા, બીજાઓની મુશ્કેલીઓનો ખ્યાલ કરનારા, અંતર્મુખ, આત્મનિરીક્ષણ કરનારા તથા પ્રભાવી અને આકર્ષક વ્યક્તિવાળા હોય છે.

મોટાભાગે આ જાતકોનાં લગ્ન નાની ઉંમરે થાય છે અને તેથી તેમનાં પ્રેમ પ્રકરણોમાં કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલી હોય છે. આમ છતાંયે તેમને ઘર, કુટુંબ, પતિ કે પત્ની અને સંતાનો માટે ખૂબ જ પ્રેમ હોય છે અને તેમના કલ્યાણ કે સુખ માટે હરહંમેશ ચિંતા કરતા હોય છે.               

આ જાતકોને બાહ્ય દેખાવ અને ભભકો પસંદ હોય છે. તેમણે સારા સંસ્કાર અને સારું શિક્ષણ મેળવ્યું હોય છે. તેમણે કળાક્ષેત્ર કરતાં કોઈ ઉદ્યોગ-ધંધો પસંદ કરવો જોઈએ. સારા વહીવટકર્તા અને વ્યવસ્થાપક હોવાથી તેઓ મોટા ઉદ્યોગધંધાને સારી રીતે સંભાળી શકે છે, પણ તેમણે એક સાથે ઘણાં કામ કરવાની વૃત્તિ છોડવી જોઈએ, કારણ કે તેમ કરવાથી તેમની શક્તિ વેરવિખેર થઈ જાય છે.

અંક 26ના જાતકો જીવનસંગ્રામમાં એક ઘડાયેલા યોદ્ધાની જેમ વર્તે છે, તેમણે જીવન ગંભીર રીતે જીવવાને બદલે હળવાશ અને ઉલ્લાસથી જીવવું જોઈએ, નહીં તો જીવનનો આનંદ ગુમાવી બેસે છે. તેમનામાં બીજાઓને જ્ઞાન અને સલાહ આપવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેઓ ઘણા જ પ્રેમાળ હોય છે, પણ તેઓ ક્યારેય મનમાં રહેલા પ્રેમનું પ્રદર્શન કરી શકતા નથી. તેમને તેમની શક્તિનો વધારે પડતો ખ્યાલ હોય છે અને તેથી તેઓ કોઈ વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

આ જાતકોએ તેમની ચિંતા કરવાની ટેવમાંથી પણ મુક્ત બનવું જોઈએ. તેઓ સારા ઈજનેર, વકીલ, રાજપુરુષ, પુસ્તક પ્રકાશક, શિક્ષક, પ્રાધ્યાપક, એકાઉન્ટન્ટ, પ્રવાસના સંચાલક, મંડળીના સલાહકાર અને સંગીતકાર તરીકે સફળ બને છે. તેથી આ અંકના જાતકોએ ઉપરોક્ત ક્ષેત્રમાં નસીબ અજમાવવું જોઈએ.

શુભ દિવસઃ મંગળવાર, શુક્રવાર.

શુકનિયાળ રંગોઃ ગ્રે (ભૂખરો) તથા બધા પ્રકારના ભૂરા રંગ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો