‘Zoom’ is not a safe platform, says MHA advisory
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ઝૂમ વીડિયો એપના પાંચ લાખ એકાઉન્ટ્સ હેક, યુઝર દીઠ માહિતી 15 પૈસામાં વેચાઈ

ઝૂમ વીડિયો એપના પાંચ લાખ એકાઉન્ટ્સ હેક, યુઝર દીઠ માહિતી 15 પૈસામાં વેચાઈ

 | 9:00 am IST
  • Share

। નવી દિલ્હી ।

વીડિયો અને કોન્ફરન્સ કોલિંગ એપ ઝૂમનો ઉપયોગ ઓનલાઇન સ્કૂલ ક્લાસ, કોન્ફરન્સ, મીટિંગ માટે ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં થઇ રહ્યો છે. હવે મોટાપાયે ડેટા લીક થયાની માહિતી બહાર આવતા સરકારે તકેદારીના પગલાં લેવા સૂચના જાહેર કરી છે. ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, આ એપ સુરક્ષિત નથી. સરકારે આ પહેલાં ૬ ફેબ્રુઆરી અને ૩૦ માર્ચે પણ લોકોને સતત પાસવર્ડ બદલતા રહેવા અને કોન્ફરન્સ કોલમાં પરમિશન આપવા દરમિયાન સતર્કતા રાખવાનું પણ જણાવ્યું હતું.

સાઇબર સિક્યોરિટી ઇન્ટેલિજન્સ ર્ફ્મ ઝ્રઅહ્વઙ્મી ના મુજબ એક હેકર ફેરમ પર પહેલી એપ્રિલે કેટલાય ઝૂમ એકાઉન્ટ ડિટેલ્સને વેચવા માટે અપલોડ કરાયા હતા. ૫.૩૦ લાખ યૂઝર્સની ડિટેલ્સ ૦.૦૦૨ ડોલર એટલે કે ૧૫ પૈસામાં જ વેચાઈ રહી હતી. આૃર્યની વાત તો એ છે કે કેટલાય એકાઉન્ટની ડિટેલ્સ તો મફ્તમાં જ શેર કરાતી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથે ભારતીય સેનાપ્રમુખ સાથે ઝૂમથી જ કરી હતી વાત  

ભારતના સરંક્ષણ મંત્રી રાજનાથસિંહે એક એપ્રિલે ઝૂમ એપ દ્વારા જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ઉપરાંત આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ સાથે મિટિંગ કરી હતી. જ્યારે ઝૂમના એકાઉન્ટ હેક થયાનું બહાર આવ્યું છે, ત્યારે આ મિટિંગ અંગે પણ ચિંતા ફેલાઈ છે. જો કે આ મુદ્દો ફ્ક્ત રાજનાથસિંહ માટે નથી ઝૂમનો ઉપયોગ કરનારા તમામ માટે આ વાત ચિંતાજનક છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ પણ આ જ એપ દ્વારા વીડિયો કોન્ફ્રન્સિંગ કરતા જોવા મળ્યા હતા.

બ્રિટનની કેબિનેટ મિટિંગ લીક થઈ ગઈ હતી

ભારતના મુખ્ય સાયબર સિક્ટોરિટી એક્સ્પર્ટ પવન દુગ્ગલના મતે સરકાર, નેતાઓ અને કોર્પોરેટ સાથે જોડાયેલા લોકોએ આ એપનો ઉપયોગ કરવો ન જોઈએ. તેની ચીન સાથેની લિંક પણ ચિંતાજનક છે. બ્રિટનમાં પણ એ જ એપ દ્વારા કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, જે થોડા જ સમયમાં ઇન્ટરનેટ પણ જાહેર થઈ ગઈ હતી.

ગૂગલ સહિત અનેક કંપનીઓએ લગાવ્યો પ્રતિબંધ  

હાલમાં જ ગૂગલ, નાસા, સ્પેસ એક્સ, એપલ સહિત કેટલીય મોટી કંપનીઓએ ઝૂમને પ્રતિબંધિત કરી દીધી છે. જ્યારે નાસા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને ઝૂમ એપનો ઉપયોગ કરવાની મનાઈ ફ્રમાવી છે. જ્યારે સિંગાપુરમાં ઝૂમ એપ પર સ્કૂલ ક્લાસમાં બ્લૂ ફિલ્મ ચાલવા લાગતાં ત્યાં આ એપ પર પ્રતિબંધ મુકાયો છે.

ગૃહમંત્રાલય દ્વારા જારી એડવાઈઝરી

  • દરેક મિટિંગ માટે નવા યૂઝર આઈડી, પાસવર્ડનો ઉપયોગ
  • વેટિંગ રૂમને એનેબલ રાખો, જોઈન ઓપ્શનને ડિસેબલ જ રાખવો.
  • સ્ક્રીન શેરિંગનું ઓપ્શન હોસ્ટ પાસે હોવું જોઈએ.
  • ફાઈલ ટ્રાન્સફરના ઓપ્શનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.

આ વીડિયો પણ જુઓ : આજે લોકડાઉનનો 24મો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન