ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી નિર્ણાયક મેચ 27ઑક્ટોબરના રોજ વેલિંગ્ટન ખાતે રમાવાની છે. શરૂઆતની બંને મેચોમાં ધમાકેદાર જીત મેળવીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો શ્રેણી પોતાના નામે કરી લેશે. ભારતની આ શાનદાર સફળતાના અસલી હીરો રહેલા યુવા સન્સેશન તિલક વર્મા પાસે આ મેચમાં ક્રિકેટ જગતનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની સુવર્ણ તક છે.બીજી T20 મેચમાં જ્યારે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી, ત્યારે તિલકે 26 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ રમીને મેચ પલટી નાખી હતી. હવે ત્રીજી T20માં તે સિક્સરનો નવો ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે.

100 આંતરરાષ્ટ્રીય છગ્ગા પૂરા કરવાથી માત્ર 6 ડગલાં દૂર 

તિલક વર્મા અત્યારે વિશ્વના સૌથી ઘાતક મિડલ ઓર્ડર બેટર્સમાંથી એક સાબિત થઈ રહ્યો છે. તેની આક્રમક બેટિંગ શૈલીનો અંદાજ તેના આંકડા પરથી લગાવી શકાય છે. વર્તમાન આંકડા મુજબ તિલકે ભારત માટે અત્યાર સુધી 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 44.13ની શાનદાર એવરેજથી 1989 રન બનાવ્યા છે, જેમાં 146 ચોગ્ગા અને 94 છગ્ગા સામેલ છે.જો તિલક વર્મા વેલિંગ્ટન T20 મેચમાં વધુ6 છગ્ગા ફટકારવામાં સફળ રહેશે, તો તે T20I ક્રિકેટમાં પોતાની 100 સિક્સર પૂરી કરી લેશે.દબાણની સ્થિતિમાં શાંત રહીને આક્રમક શોટ્સ રમવાની ક્ષમતા તિલકને અન્યો કરતાં અલગ પાડે છે. જો તે આ સિદ્ધિ મેળવશે તો તે ભારત તરફથી ૧૦૦ સિક્સર ફટકારનારા દિગ્ગજોની એલિટ યાદીમાં સામેલ થઈ જશે.

https://x.com/CricCrazyJohns/status/2113955625344598415?s=20


રોહિત શર્મા અને સૂર્યકુમારની ખાસ યાદીમાં મળશે સ્થાન
  • રોહિત શર્મા — 205 છગ્ગા
  • સૂર્યકુમાર યાદવ — 179 છગ્ગા
  • અભિષેક શર્મા — 147 છગ્ગા
  • હાર્દિક પંડ્યા — 126 છગ્ગા
  • વિરાટ કોહલી — 124 છગ્ગા
  • સંજુ સેમસન — 108 છગ્ગા
  • તિલક વર્મા — 94 છગ્ગા

ભારત પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક

મેન ઇન બ્લુ અત્યારે વિજય રથ પર સવાર છે. 1.વેલિંગ્ટનની પિચ સામાન્ય રીતે બેટર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે, જેનો ફાયદો ઉઠાવીને ભારતીય ટીમ શ્રેણી 3-0થી પોતાના નામે કરવા ઈચ્છશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે આ 'કરો કે મરો' જેવી સ્થિતિ છે. જો કીવી ટીમે શ્રેણી જીવંત રાખવી હશે, તો તેમણે તિલક વર્માના તોફાનને રોકવું જ પડશે. હવે આખી દુનિયાની નજર ૨૭ ઑક્ટોબરે વેલિંગ્ટનના મેદાન પર કિંગ વર્માની બેટિંગ પર રહેશે.

આ પણ વાંચો - Cricket છોડીને બેઝબોલ રમવા ઉતર્યો સૂર્યકુમાર યાદવ! મુંબઈમાં મચાવી ધૂમ