કોંગ્રેસને રૂ.૬૯.૬૦ લાખનું દાન મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર રૂ.૧૦.૧૦ લાખનું દાન પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોને કોના તરફથી દાન મળ્યું એવું જાહેર થતું નથી. પરંતુ કયા કોર્પોરેટ હાઉસ કે વ્યક્તિ તરફથી કેટલું દાન આપવામાં આવ્યું એવું જાહેર થાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં સૌથી વધુ રૂ.૪૫ કરોડનું દાન સફલ ગોયલ રિયલ્ટી એલએલપી દ્વારા અપાયું છે.

આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂ.4.05 કરોડનું દાન અપાયું છે

જ્યારે દિનેશચંદ્ર અગ્રવાલ અને તેમના દિકરા હાર્દિક અગ્રવાલ જેઓ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફાકોન -પ્રાઈવેટ લિમિટેડ નામક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે તેમણે બન્નેએ રૂ.૨૦-૨૦ કરોડનું દાન આપ્યું છે. શ્રી કેદાર એગ્રો ન્યુટ્રિટેક એલએલપીએ રૂ. ૧૫ કરોડનું દાન આપ્યું છે. નિરમા લિમિટેડ દ્વારા રૂ.૧૩ કરોડનું અને સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા રૂ.૧૦ કરોડનું દાન અપાયું છે. જ્યારે ફ્રેન્ડ્સ ઈમ્પેક્સ દ્વારા રૂ.૧૦ કરોડનું, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ.પ કરોડનું. હિમગિરી કોર્પોરેશન દ્વારા રૂ.પ કરોડનું અને આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂ.૪.૫ કરોડનું દાન અપાયું છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી

આ સિવાય પીસી પટેલ ઈન્ફા કંપનીએ એકથી વધુ વાર કુલ રૂ.૧૧ કરોડનું, જીગર ટ્રાન્સ્પોર્ટ કંપનીએ એકથી વધુવાર કુલ રૂ.૫.૧૧ કરોડનું અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશને એકથી વધુ વાર કુલ રૂ.૨.૬૨ કરોડનું દાન આપ્યું છે. મોટાભાગે ઈન્ફાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો અને પાણકામ-સિમેન્ટ કંપનીઓ તરફથી આ દાન અપાયા છે. કુલ ત્રણ રાજ્યોમાંથી જ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજકીય પાર્ટીઓને દાન મળ્યાં છે. ગુજરાત સિવાય દિલ્હીમાંથી રૂ.૨૬૩૯.૪૫ કરોડનું અને મહારાષ્ટ્રમાંથી રૂ.૨૪૩૮.૮૬ કરોડનું દાન રાજકીય પાર્ટીઓને અપાયું છે. વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી તે અહીં નોંધવું રહ્યું.

સંસ્થા / વ્યક્તિનું નામ

સફલ ગોયલ રિયલ્ટી એલએલપી -45 કરોડ

હાર્દિક અગ્રવાલ- 20 કરોડ

દિનેશચંદ્ર અગ્રવાલ - 20 કરોડ

કેદાર એગ્રો ન્યુટ્રિટેક એલએલપી - 15 કરોડ

નિરમા લિમિટેડ - 13 કરોડ

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ - 10 કરોડ

ફ્રેન્ડ્સ ઇમ્પેક્સ - 10 કરોડ

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ - 5 કરોડ

હિમગિરી કોર્પોરેશન - 5 કરોડ

આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ -4.05 કરોડ


આ પણ વાંચો : Vadodara News : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે કેમિકલ સપ્લાય ચેનને અસર, કેમિકલ સેક્ટરના લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો