કારણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને રાજ્ય ચૂંટણી આયોગે ઉમેદવારોને ચૂંટણી ખર્ચ કરવાની મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરીને આપ્યો છે. ચૂંટણી આયોગે માત્ર પાંચ જ વર્ષના અંતરાલમાં ખર્ચની મર્યાદામા વધારો કરી આપ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૨૧માં કોવિડ-૧૯ના નિયંત્રણો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ તે વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂપિયા છ લાખ હતી.
પાલિકાઓમાં ચૂંટણી ખર્ચમાં 50 ટકા ઉપરાંતનો વધારો કરી આપ્યો છે
જેમાં આયોગે ત્રણ લાખનો વધારો કરી આપ્યો છે. ૧લી એપ્રિલે જાહેર થયેલી સ્થાનિક ચૂંટણીમાં પહેલી વખત ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતદાન વચ્ચે માત્ર ૧૦થી ૧૨ દિવસનો જ સમય મળે છે. આટલા ટૂંકા સમયગાળામાં જ ઉમેદવારને ચૂંટણી ખર્ચમાં નોંધવા લાયક પ્રચાર કરવાનો થાય છે ! એટલુ જ નહિ, ચૂંટણી પ્રચારમાં સોશિયલ મિડીયા એ સસ્તુ માધ્યમ હોવા છતાંયે રાજ્ય આયોગે ખર્ચાની મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરતા મોંધવારીની અસર વર્તાઈ રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. આયોગે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ મોટી નગર પાલિકાઓમાં ચૂંટણી ખર્ચમાં ૫૦ ટકા ઉપરાંતનો વધારો કરી આપ્યો છે.
