જેને ધ્યાને લઈને મેટ્રોની ટ્રેન સેવાને મધ્યરાત્રિના 12.30 કલાક સુધી લંબાવવામાં આવી છે. રાત્રિના ૧૦ વાગ્યા પછી મુસાફરો માત્ર મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં પ્રવેશ મેળવી શકશે. અહીંથી મુસાફરો અમદાવાદ મેટ્રોના તમામ કાર્યરત સ્ટેશનો સુધી જઈ શકશે.આ માટે ૫૦ રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે.


[[$googlead]]

મેચ બાદ દર્શકો સરળતાથી ઘરે પહોંચી શકે તે માટે ખાસ ટ્રેનો દોડાવાશે

જેમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી માટે રાત્રે ૧૦ થી ૧૨:૩૦ સુધી, જુની હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ માટે રાત્રે ૧૦ થી ૧૨:૫૦ સુધી, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર માટે રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ કલાકે ટ્રેન દોડાવાશે. તા.૧૨ મે સુધી યોજાનારી કુલ ૭ડે-નાઇટ મેચો રમાશે અને દર્શકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

12 મેના રોજ ડે-નાઈટ IPL મેચો યોજાનાર છે

મેચના દિવસે વિવિધ સ્ટેશનો પરથી પહેલેથી જ મુસાફરો પેપર વખતે મુસાફરોને ટિકિટ ખરીદવા લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. ક્યુઆર ટિકિટ, સ્માર્ટ કાર્ડ, ટોકન વગેરે નિયમિત ટિકિટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જ માન્ય ગણાશે. અમદાવાદમાં તા. ૪, ૧૭, ૨૦, ૨૬, ૩૦ એપ્રિલ તેમજ તા. ૩ અને ૧૨ મેના રોજ ડે-નાઈટ IPL મેચો યોજાનાર છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનો શાહીબાગ અંડરપાસ આજથી 7 એપ્રિલ સુધી રહેશે બંધ, રિવરફ્રન્ટનો વૈકલ્પિક રસ્તા તરીકે કરી શકાશે ઉપયોગ

 

  • Follow us on: