આ દરમિયાન અંડરપાસના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો સંપૂર્ણ બંધ રહેશે. દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા અને એરપોર્ટ અથવા ગાંધીનગર જવા ઇચ્છતા વાહનચાલકો સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ વાહનચાલકોને રિવરફ્રન્ટ માર્ગનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના પાસેથી રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી ડફનાળા મારફતે આગળ વધી શકશે.

કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી પસાર થઇ ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકાશે

એરપોર્ટ અને ગાંધીનગરથી આવતા વાહનચાલકો પણ આજ માર્ગનો ઉપયોગ કરી શહેરના જુદાજુદા વિસ્તારોમાં જઈ શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર, થઈ દિલ્હી દરવાજા અને કાલુપુર જવા માટે શાહીબાગ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ પણ કરી શકાશે.ગીરધરનગર અને અસારવા તરફથી ગાંધીનગર અથવા એરપોર્ટ જવા માટે શાહીબાગ મારફતે એનેક્ષી, ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી પસાર થઇ ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકાશે.