જો ભાજપ માંજલપુર વિધાનસભાના વિસ્તારમાં આવતા વોર્ડમાંથી લિંબાચીયાને ચૂંટણી લડાવશે તો બળવો થશે તેવા એંધાણ જોવાઈ રહ્યાં છે. લિંબાચીયાની ભાજપમાં રી-એન્ટ્રીને લઈને પૂર્વ મેયર જબ્બર નારાજ છે. જ્યારે ધારાસભ્યના પણ આકરા તેવર દેખાઈ રહ્યાં છે.


[[$googlead]]

માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ગરમાવો આવ્યો છે

નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચીયા એક સમયે જય અને વિરૂ જેવા ખાસ મિત્રો હતાં, પરંતુ નિલેશ રાઠોડ મેયર હતા ત્યારે લિંબાચીયાએ ભષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથેની નનામી પત્રિકાઓ વહેતી કરી હતી. ત્યારથી બન્ને કટ્ટર રાજકીય દુશ્મન બની ગયેલા છે. ત્યારે પત્રિકાકાંડના કારણે સસ્પેન્ડ કરાયેલા લિંબાચીયાને ભાજપમાં પાછા લઈ લેવાતા માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ગરમાવો આવ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે, હું મેયર હતો અને મારા વિરુદ્ધ ભષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા લિંબાચીયાએ વહેતી કરી હતી.

ભાજપના મેયર વિરુદ્ધ કામ કરનારાને પાછો કંઈ રીતે લઈ લેવાય ?

જે આક્ષેપો કર્યા હતાં તેના કોઈ પણ પુરાવા લિંબાચીયા રજૂ કરી શક્યો નથી. તેમ છતાં પણ તેને પાર્ટીમાં પાછો લઈ લીધો છે. આ વ્યક્તિગત વિષય નથી. હું ભાજપનો મેયર હતો એટલે પક્ષનો વિષય છે. ભાજપના મેયર વિરુદ્ધ કામ કરનારાને પાછો કંઈ રીતે લઈ લેવાય ? ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો અને અઢી વર્ષે પાછો લઈ લીધો ? જે આક્ષેપ કર્યા તે પુરવાર તો કર્યા નથી. ભાજપમાં પાછો આવવાનો છે તેવુ મને ખબર પડતા મે શહેર કક્ષાએ રજૂઆત કરી, નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો તેમ છતાં તેને લીધો. હવે હું મારા પરિવારને, મિત્ર વર્તુળ, મારા શુભચિંતકો અને વિસ્તારના મતદારો સાથે ચર્ચા કરીશ અને હવે શું કરવુ છે ? તે નક્કી કરીશ. સ્વાભિમાન સાથે સમઝોતા નહીં કરુ.

[[$alsoread]]

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે !

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, લિંબાચીયાને પાર્ટીમાં લેવો કે નહીં ? તે વિશે મને પૂછયુ નથી કે મને વિશ્વાસમાં લીધો નથી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે લિંબાચીયાને ટિકિટ કંઈ રીતે આપે ? માંજલપુર વિધાનસભાના દરેક વોર્ડમાં ૧૫ થી ૨૦ ઉમેદવારો બહારથી આવેલા છે. પરંતુ સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ મળવી જોઈએ. જો કોઈ બહારથી ઉમેદવાર આવશે તો હું ચલાવી નહીં લઉં અને કાર્યકર્તાઓ પણ ચલાવી નહીં લે. તેમજ કાર્યકર્તાઓની ટિકિટ કપાય તો મને જવાબદાર ન ગણતા, તેમાં ધારાસભ્યનો કોઈ રોલ નથી તેમ મે બધા જ કાર્યકર્તાઓને કહી દીધુ છે.


આ પણ વાંચો : Mehsana News : મહેસાણાના બહુચરાજી નજીક માતાજીના દર્શન કરવા નીકળેલ 2 યુવક ઝાડ સાથે અથડાતા મોત


  • Follow us on: