મહેસાણાના બહુચરાજી નજીક દર્શન કરવા જતા 2 યુવકના મોત થયા છે અને બાઈક ઝાડ સાથે અથડાતા આ ઘટના બની હતી તો યુવાનોને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતુ, અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, અચાનક બાઈક ફુલ સ્પીડમાં ઝાડ સાથે અથડાતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
બહુચરાજી દર્શન કરવા જતા બે યુવકને અકસ્માત નડ્યો
દર્શન કરવા જતા બે યુવકોનું બાઇક ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયું છે, બહુચરાજી નજીક નદાસા આસજોલ રોડની પર આ ઘટના બની છે અને રોડ સાઈડમાં આવેલ ઝાડ સાથે બાઈક સાથે અથડાતા મોત થયું છે, માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓના કારણે 21 વર્ષીય ઠાકોર મહેશજી રાયસંગજી અને 31 વર્ષીય ઠાકોર જશવંતસિંહ રણછોડજીનું મોત થયું છે.
