સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:04-04-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો.


[[$googlead]]


[[$alsoread]]

વિવિધ વસ્તુઓનો અન્નકૂટ ધરાવાયો

એવં દાદાને કાજુ કતરી,લાડવા, બુંદીના લાડુ,અદડિયો, પેંડા વગેરેનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.દાદાના ભક્તો દ્વારા ધજા ચઢવામાં આવી હતી. અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


આ પણ વાંચો : Ahmedabad News : 15 એપ્રિલથી સાબરમતી નદી કરાશે ખાલી, વાસણા બેરેજના 18 દરવાજા રિપેર થશે


  • Follow us on: