1થી 9 અંક ભાગ્યાંક સાથે જન્મેલ વ્યક્તિઓ માટે વર્ષ 2025 ઘણું શુભ-અશુભ રહેશે, આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે નૂતન વર્ષ 2025 (2+0+2+5=9) જેનો વર્ષ આંક 9 થાય છે. અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળનું છે કેમ કે 1થી 9 અંકમાં 9નું આધિપત્ય મંગળ ધરાવે છે.
શેરબજારોમાં મોટા ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના
એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે, જેના પ્રભાવ તળે દુનિયામાં ઘણા મોટા ફેરફારો આવે ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતાનો ગ્રહ છે, જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે. અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લોહી, યુદ્ધ, મોટા ચડાવ ઉતાર તેમજ તોફાનોનો કારક ગ્રહ કહેલ છે, જે અનુસાર વર્ષ 2025 સામાન્ય નહીં હોય તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચઢાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય ચાહે કોઈ બે દેશ વચ્ચેના તણાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે દુનિયાના બજારો અને ઈકોનોમીમાં બહુ મોટા ફેરફારો દેખાય મંગળની સીધી અસરથી ક્રૂડ ઓઈલ, સોના ચાંદી,
કોમોડિટીના બજારો તેમજ ભારત સહિત અમેરિકા, જર્મની, બ્રિટન, જાપાન, રશિયા, ઈઝરાયલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહીં. જેની સીધી અસર સામાન્ય જન માનસને પણ નુકસાન પહોંચાડી શકે છે. ક્રૂડના ભાવમાં આ વર્ષે ખૂબ મોટી વધઘટ જોવા મળશે, મોટાભાગે તેમાં તેજી થતી જણાય, અત્યારે વર્તમાન સમય ક્રૂડ ઓઈલ બેરલનો ભાવ લગભગ 70 ડોલરની આજુબાજુ ચાલી રહ્યો છે, તે 100 કે 125 થઈ જાય તો નવાઈ નહીં. સોનાના ભાવ હાલમાં 76,000-77,000ની આજુબાજુ ચાલે છે, તેમાં હજુ પણ નાની મોટી તેજી થઈ જાય અને ત્યારબાદ મોટી મંદી થઈ જાય તો નવાઈ નહીં અને તેમાં ભાવ 60,000ની નીચે જતા રહે મોટા મંદીના જોકા આવી શકે છે.
મોટી મંદી આવી શકે
અમેરિકાનું શેર બજાર પણ ખૂબ જ ઊંચાઈ પર ચાલી રહ્યું છે, અમેરિકાનું ડાઉજોન્સનો ઈન્ડેક્સ 42,000-43,000ની આસપાસ ચાલે છે, જ્યારે નાસડેક ઈન્ડેક્ષ 19,500ની આસપાસ ચાલે છે. જેમાં પણ મોટા ઉછાળા અને મોટા ઘટાડા આવશે. જે તેના વાર્ષિક ન્યૂનતમ લેવલને તોડી શકે છે, એટલી મોટી મંદી આવી શકે જેમાં ડાઉજોન્સ 36,000 અને નાસડેક 13,000 આવી જાય તો નવાઈ નહીં. તેવી જ રીતે ભારતીય સૂચક આંક શેર બજારનો ઈન્ડેક્સ 78,000ની આસપાસ ચાલે છે જે પોતાની ઊંચાઈ 85,000 નજીક જઈ પાછો ઘટાડો આપી શકે છે, જેમાં 70,000નું લેવલ તૂટી શકે. આમ, મંગળનું વર્ષ 2025 મહદઅંશે મોટા ઉતાર-ચઢાવ અને ઘટાડા વધારાનું હશે. 2025 વર્ષનો આંક 9 આવે છે, જે મંગળનો ગણાય તેથી તેની શુભ અશુભ અસર આ વર્ષમાં રહેશે. દરેકને પોતાના ભાગ્યાંક અનુસાર જો 9નો અંક પ્રભાવમાં લેશે. નવ અંક જે અંક સાથે અનુકૂળ થતો હશે, તેને લાભ જેની સાથે બિન અનુકૂળ હશે તેને નુકસાન થશે.
જાણો તમને અનુકૂળ છે કે બિન અનુકૂળ?
ભાગ્યાંક શોધવા માટે જન્મ તારીખ + જન્મ માસ + જન્મ વર્ષનો સરવાળો = ભાગ્યાંક થાય જેમકે કોઈનો જન્મ 4-5-2005ના રોજ થયો હોય તો 4+5+2+5=16=1+6=7 ભાગ્યાંક ગણાય
1 અંક અધિપતિ સૂર્ય
જે લોકોનો ભાગ્યાંક 1 હશે, તેના માટે આ વર્ષ ખૂબ જ સોનેરી તકો લઈને આવેલું હશે, કેમ કે એક અંક અને નવ અંકને જબરજસ્ત તાલમેલ અને મૈત્રી છે. જેથી વર્ષમાં એક અંક ધરાવનાર લોકોને વેપાર, ધંધા, નોકરી અને અભ્યાસમાં તમામ જગ્યાએ ખુબ જ સફળતા મળે તેવા યોગ બને છે. સાથે સત્તા અને કીર્તિ પણ મળે આર્થિક પાસો મજબૂત બને ભાગ્યોદય જેવી તક મળે.
2 અંક અધિપતિ ચંદ્ર
જે લોકો ભાગ્યાંક 2 ધરાવે છે, તેમના માટે પણ વર્ષ શુભ રહેવાનું છે. કેમ કે અંક બે અને અંક 9 એકબીજાને અનુકૂળ છે, અંક બે ચંદ્રનો છે. જેની સાથે મંગળનો અંક ઘણા શુભકામેલ ધરાવે છે. જેથી અંક 2 વ્યવસાય ધંધા નોકરીમાં સાથ સહકાર મળે તમામ જગ્યાએ અનુકૂળતાઓ ઊભી થાય. સંબંધોમાં મીઠાશ વધે જે લોકો અડચણો ઊભી કરતા હતા, તે જ લોકો સાથ સહકાર આપે એકંદરે વર્ષ સારું રહે.
3 અંક અધિપતિ ગુરુ
જે લોકોનો ભાગ્યાંક 3 છે ગુરુના સાનિધ્યમાં જન્મ્યા છે અને અંક નવને પણ જબરજસ્ત તાલમેલ છે. ગણિતની દ્રષ્ટિએ પણ 3×3 ત્યારે 9 આવે આમ 3 અંક વાળાને ત્રણ બાજુથી લાભ થવાનો આર્થિક શારીરિક અને માનસિક તમામ જગ્યાએથી વર્ષ તેમના માટે શુભ રહેવાનું છે, નોકરી વ્યવસાયમાં ગણિત પ્રગતિ થશે લગ્ન ઈચ્છુ કોના લગ્ન થશે, સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારને સંતાન પ્રાપ્ત થાય એકંદરે ઘણું શુભ ગણી શકાય તેવું વર્ષ રહેશે.
4 અંક આધિપતિ રાહુ
ભાગ્યાંક 4 ધરાવનાર માટે પણ વર્ષ સારું રહેશે, કેમ કે અંક 4 અને અંક 9ને એકબીજા સાથે શુભ સંબંધ અને અનુકૂળતાઓ છે. અંગશાસ્ત્રની દ્રષ્ટિએ અંક 4 જેને રાહુનો આંક મનાય છે, જે માનવીને આકસ્મિક તકો ખૂબ આપે છે, આવું જ આ વર્ષે પણ બની શકે છે નોકરી વ્યવસાયમાં ઘણી આકસ્મિક તક મળે વિદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી થાય એકંદરે વર્ષ લાભ લાભદાયી જ રહેશે.
5 અંક અધિપતિ બુધ
જે જાતકો ભાગ્યાંક 5 ધરાવે છે તેમને માટે કઠિન વર્ષ રહેવાનું છે, અંક પાંચને દૂધનો અંક માનવામાં આવે છે અંકશાસ્ત્ર અનુસાર 5 અંક અને 9 અંકને ગાઢ શત્રુતા છે, જેથી આ વર્ષ 5 ભાગ્યાંક ધરાવનાર માટે મુસીબતો, તકલીફો અને આફતોનું ગણી શકાય. વેપાર ધંધા નોકરીમાં ઘણી ઉથલપાથલ થાય, તકલીફોનો સામનો કરવો પડે, આર્થિક સમસ્યા કે આર્થિક તંગીનો અનુભવ થાય સંબંધોમાં વહેવાર ભાવ જન્મે, લડાઈ ઝઘડા, કોર્ટ-કચેરી થઈ શકે. એકંદરે બોલવા પર કાબુ રાખી શાંતિથી સમય પસાર કરવો.
6 અંક અધિપતિ શુક્ર
ભાગ્યાંક 6 ધરાવનાર વ્યક્તિ શુક્રના પ્રભાવમાં જન્મેલા હોવાથી ઘણા મોજીલા વૈભવી સુખવાળા હોય છે, તેમને માટે આ વર્ષ અનેક પ્રકારની સવલતો વાળું ગણાય કેમ કે અંક 6 અને અંક 9ની વચ્ચે પણ ગાઢ મૈત્રી છે, જેથી અંક 6 ધરાવનાર લોકોને આ વર્ષે જગ્યાએ મિત્રો અને સાથીઓ મળવાના લોકો તમને સપોર્ટ કરવાના છે. નોકરી ધંધામાં પણ ઘણી તકો મળશે, પ્રમોશન ડીયુ હશે તો થઈ જશે, લગ્નના યોગ કે સગપણના યોગ પણ થાય એકંદરે વર્ષ શુભ રહેશે.
ભાગ્યાંક 7 અધિપતિ કેતુ
ભાગ્યાંક 7 જેને કેતુનો આંક ગણવામાં આવે છે, જેને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. જે ચાહે છે તે મેળવી લે તેવા લોકો છે, તેમને માટે મંગળના 9 અંકનું વર્ષ ખૂબ અનુકૂળ અને લાભદાયી રહેવાનું છે, અંક 7 અને અંક 9ને પણ જબરજસ્ત મિત્રતા વાળો સંબંધ છે, જેથી આ વર્ષે ખૂબ સફળતો મળવાની છે. નોકરી વ્યવસાય અભ્યાસ કે કોઈ શોધ કે સિદ્ધિ હાંસિલ કરવા ઇચ્છતા હો તો તે પણ થઈ શકે છે. આર્થિક રીતે પણ આકસ્મિક લાભ થવાના છે એકંદરે વર્ષ શુભ રહેશે.
8 અંક અધિપતિ શનિ
ભાગ્યાંક 8 જેને શનિનો અંક ગણવામાં આવે છે, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અંક 8 અને અંક 9 વચ્ચે ગાઢ શત્રુતા છે. જેથી ભાગ્યાંક 8 ધરાવનારા માટે આ વર્ષ તકલીફો અને આફતોનું ગણી શકાય, લોકો તેમના કાર્યોમાં વિઘ્નો નાંખે વારે ઘડીએ કાર્યો રોકાઈ જાય, નોકરી વ્યવસાયમાં તકલીફ અને સમસ્યા આવે, ક્યારેક મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડે, સંબંધોમાં તકરાર થાય, લગ્ન કે વિવાહની ઈચ્છા ધરાવનાર લોકોના જીવનમાં પણ વિલંબ અનુભવાય, એકંદરે વર્ષ શાંતિથી સમય પસાર કરવાનું ગણી શકાય.
ભાગ્યાંક 9 અધિપતિ મંગળ
જે લોક ભાગ્યાંક 9 ધરાવનાર છે તેમના તેમના માટે છેલ્લા દસ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સમય કહી શકાય તેવું વર્ષ ગણાય, નવ અંક ધરાવનારને નોકરી વ્યવસાય, ધંધા, ગૃહ જીવન, અભ્યાસ તમામ ક્ષેત્રે ન ધારેલી સફળતા મળવાની છે. સમય એકંદરે ખૂબ શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે, આર્થિક લાભ પણ થવાના છે. શુભ અને માંગલિક પ્રસંગો આવવાના છે આર્થિક પાસો મજબૂત બનવાનું છે.
આઝાદ ભારત 15-8-1947 (8 ભાગ્યાંક ) અને મૂલાંક 6 હોવાથી ભાગ્યાંક પ્રમાણે અશુભ અને મૂલાંક પ્રમાણે શુભ જેથી મિશ્ર ફળ વાળું વર્ષ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17+9+1950 =32 =3+2 = 5 બુધ નો ભાગ્યાંક) 17 તારીખ મુજબ 8 મૂળાંક જે શનિનો છે, ભાગ્યાંક અને મૂલાંક બંને અંક 5 અને 8 વર્ષ 2025ના 9 અંક સાથે ગાઢ શત્રુતા ધરાવે છે, બિન અનુકૂળ છે. જેથી વર્ષ 2025 વડાપ્રધાન મોદી માટે નકારાત્મક કે બિન અનુકૂળ રહેશે. તમામ જગ્યાએ કઠિનાઈ અને સમસ્યાઓ ઊભી થઈ શકે તો રાહુલ ગાંધીની જન્મ તારીખ 19+6+1970= 33 = 6 શુક્રનો અંક તારીખ 19 મુજબ 1 મૂલાંક છે, જે વર્ષ 2025ના અંક 9 સાથે આ બંને અંક મૈત્રી ધરાવે છે, જેથી તેમને માટે વર્ષ શુભ રહેશે, રાજકીય સફળતા મળતી જણાશે.
ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ













