• મંદિરમાં કપૂરનો ટુકડો રાખવો શુભ
  • તિજોરીમાં કપૂર રાખવાથી થશે ધનનું આગમન
  • મેન ગેટ પર કપૂરનો ટુકડો રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવશે

ધન કમાવવા માટે દરેક વ્યક્તિ રોજ મહેનત કરે છે. તે એક એવી ચીજ છે જેને કેટલું પણ બચાવીને રાખો તો પણ ખર્ચ થઈ જાય છે. ધન જેટલું હોય તેટલું ઓછું પડે છે. અનેકવાર સખત પરિશ્રમ કરવા છતાં ભાગ્ય સાથ આપતું નથી અને તમે ધન કમાઈ શકતા નથી. જ્યોતિષમાં અનેક એવા ઉપાયો છે જેનાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. તો જાણો પૂજા-પાઠમાં વપરાતા કપૂરનો કેવી રીતે ઉપયોગ કરવાથી લાભ થશે.

ઘરમાં કપૂર રાખવાથી મળશે સમૃદ્ધિ

હિંદુ ધર્મમાં પૂજા પાઠમાં કપૂરનો ઉપયોગ કરાય છે. શાસ્ત્રોના અનુસાર કપૂરથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે. કપૂરના કેટલાક પ્રયોગો તમને લાભ આપી શકે છે. તો જાણો ક્યાં કપૂર રાખવાથી લાભ થશે.

મંદિરમાં રાખો

જ્યોતિષના અનુસાર ઘરના મંદિરમાં કપૂરનો નાનો ટુકડો રાખવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે પૂજા ઘરમાં કપૂરનો ટુકડો રાખવાથી ઘરમાં સુખ અને શાંતિની સાથે સકારાત્મકતા આવે છે. આખું ઘર સકારાત્મક ઉર્જાનો મોટો સોર્સ બની રહે છે. ઘરમાં પૂજાઘરમાં કપૂર રાખવાથી અને તેને પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે.

તિજોરીમાં રાખો કપૂર

કપૂરનો એક ટુકડો ધનના આગમનનો રસ્તો પણ ખોલે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ધનની સમસ્યાથી પીડિત છે તો તેણે ઘરની તિજોરીમાં કપૂરનો ટુકડો રાખવો. આમ કરવાથી ધનલાભ થાય છે અને રૂપિયા પણ વ્યર્થ થતા નથી. ધીરે ધીરે વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે.

મેન ગેટ પર

ઘરનો મેન ગેટ નકારાત્મક અને સકારાત્મક ઉર્જાનું પ્રવેશદ્વાર છે. અહીંથી ઘરમાં નેગેટિવ અને પોઝિટિવ એનર્જી આવે છે. ઘરના મેન ગેટ પર કપૂરનો ટુકડો રાખવાથી ઘરની અંદર સકારાત્મકતા આવે છે. ઘરના મેન ગેટ પર કપૂર રાખવાથી પોઝિટિવ વાતાવરણ બની રહે છે. તેનાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે અને વ્યક્તિને ધનની ખામી રહેતી નથી.  

  • Follow us on: