વસંત પંચમી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે માઘ મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ માતા સરસ્વતીએ અવતાર લીધો હતો. તેથી જે વ્યક્તિ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરે છે તેના જ્ઞાન, શિક્ષણ, વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે. તેમજ પરિવારમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય, કીર્તિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. આ વખતે બસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરી, 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે.


 વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ 

વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ, આ વખતે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે, જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે. ચાલો જાણીએ કે 2જી ફેબ્રુઆરીએ કયા શુભ યોગ બની રહ્યા છે.

કયા યોગ રચાશે?

વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ શનિદેવ વસંત પંચમીના દિવસે ગોચર કરવા જઈ રહ્યા છે. 2 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સવારે 8:51 વાગ્યે, કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ, પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરશે, જ્યાં તે 2 માર્ચ, 2025 સુધી હાજર રહેશે. વસંત પંચમીના દિવસે શિવયોગ, સિદ્ધયોગ અને સાધ્યયોગનો અદ્ભુત સમન્વય પણ બની રહ્યો છે.

કર્ક રાશિ

વસંત પંચમીના દિવસે કર્ક રાશિના લોકોને અપાર સંપત્તિ મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે માનસીક અશાંતિ દૂર થશે. વેપારીઓને લાભ થાય.

કન્યા રાશિ

વસંત પંચમીના દિવસે શનિ ગોચરની શુભ અસર કન્યા રાશિના લોકો પર રહેશે. લાંબા સમયથી અટકેલા કામ એક દિવસમાં પૂર્ણ થશે. વેપારીઓને ફાયદો થશે. નોકરીયાત લોકોને સારી તક મળશે.

વૃશ્ચિક રાશિ

આ ગોચરથી તમને બેવડો લાભ થશે ધનસંપત્તિમાં વધારો થશે, આવકના નવા સ્તોત્ર ખુલશે. વેપારીઓને ફાયદો થશે. આવક વધતા આર્થિક સમસ્યા દૂર થશે.


  • Follow us on: