- કર્ક રાશિના જાતકોને વધશે આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ
- તુલા રાશિના લોકોમાં સ્વભાવમાં કઠોરતા અને જીદ્દી વલણ વધશે
- મીન જાતકોને લાઈફ પાર્ટનરની વચ્ચે અંતર વધી શકે છે
દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસનો આરંભ થઈ જાય છે. વર્ષ 2024માં દેવશયની એકાદશી 17 જુલાઈથી શરૂ થઈ છે. આ સાથે જ તે 12 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સાથે જ 30 જૂનથી શરૂ થયેલી શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ સાથે તેનો અશુભ પ્રભાવ 3 રાશિના લોકો પર રહેશે. તો જાણો આ રાશિના જાતકોને કયા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
કર્ક રાશિ
ચાતુર્માસમાં વક્રી શનિની કર્ક રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાઓ છે. પૈતૃક સંપત્તિ સાથેના વિવાદો પણ આ સમયે વધી શકે છે. ઘરમાં ક્લેશનું વાતાવરણ બની શકે છે. જીવનની પ્રગતિમાં બાધા આવી શકે છે. લાંબી યાત્રા કરવાથી દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ, વિશેષ કરીને કમર અને કમરની નીચે સમસ્યા આવી શકે છે. વિદ્યાર્થીઓના જાતકોના જીવનમાં ચિંતા અને માનસિક સમસ્યાઓ વધી શકે છે. વ્યાપારમાં ધનહાનિના યોગ છે. કારોબારમાં પણ ધનનો દુરઉપયોગ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોના જીવન પર ચાતુર્માસમાં વક્રી શનિ નકારાત્મક અસર કરી શકે છે. સ્વભાવમાં કઠોરતા અને જીદ્દી વલણ વધવાની શક્યતાઓ છે. કોઈની સાથે ઝઘડાની શક્યતા છે. કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવવા પડી શકે છે. વેપારમાં પણ આર્થિક નુકસાન થવાના યોગ છે. નોકરિયાત લોકોની આવકમાં ઘટાડો થઈ શકે છે. જીવનના તમામ પ્રકારના સ્તરમાં ઘટાડો શક્ય છે. ઉધારમાં વધારો થાય તે શક્ય છે. કોઈ મુદ્દાને લઈને પરિવારના સભ્યોમાં નારાજગી વધી શકે છે. લાઈફ પાર્ટનરની સાથે મતભેદ શક્ય છે.
મીન રાશિ
ચાતુર્માસમાં વક્રી શનિ મીન રાશિના લોકોને માટે મુશ્કેલ બનશે. તમારા વધારાના ખર્ચ પણ વધી શકે છે. જો તમે તેની પર ધ્યાન નહીં આપો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટનરશીપના વ્યવસાયમાં નુકસાનનો યોગ છે. મોટા ભાઈ બહેનની સાથે સંપત્તિ સાથેનો વિવાદ વધી શકે છે. તેનાથી મનમાં ખટાશ પણ જન્મશે. કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઓ તેવી શક્યતાઓ છે. મતભેદના કારણે લાઈફ પાર્ટનરની વચ્ચે અંતર વધી શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. બિનજરૂરી બોલવાના કારણે સંબંધો સારા થઈ શકે છે.