• 9 જુલાઇના રોજ અષાઢ સુદ ચોથ અંગારકી ચતુર્થી છે
  • મંગળવારે ચોથ આવતી હોવાથી તેનું વિશેષ મહત્ત્વ
  • જે પણ અંગારકી ચોથ કરે છે તેને એક સાથે 21 ચોથનું પુણ્ય પ્રાપ્ત થાય

મંગળવારે ચોથ આવતી હોવાથી તેનું વિશેષ મહત્ત્વ હોય છે. 9 જુલાઇના રોજ અષાઢ સુદ ચોથ અંગારકી ચતુર્થી છે. આજે અંગારક યોગ સર્જાયો છે. સાથે આજે રવિયોગ પણ છે. આ તમામ સંયોગને જ્યોતિષ શાસ્ત્રમાં ખુબજ દુર્લભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે પણ અંગારકી ચોથ કરે છે તેને એક સાથે 21 ચોથનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ચોથની તિથિના દેવતા પ્રથમ પુજ્ય ગણેશજી છે પાર્વતીના પુત્રને ચોથ ખુબ જ પ્રિય છે. આ દિવસને વરદ કે દમનક ચોથ પણ કહેવામાં આવે છે.

ચોથની તિથિના દેવતા પ્રથમ પુજ્ય ગણેશજી છે 

આજરોજ અષાઢ સુદ ચોથ મંગળવાર હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. ચોથ સાથે મંગળવાર નો યોગ દુર્લભ બનતો હોય છે. આવા શુભ દિવસે દુંદાળા દેવ ની પૂજા કરવાથી અટકેલા લાંબા સમયના તમામ કાર્યો નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ થાય છે. દુંદાળા દેવની ધરે બેઠા પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ જળ, દુર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, ગોળ, 5 ઋતુ ફળ સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ ચોથ વ્રત કરવાથી 21 ચોથ કરવાની ફળ પ્રાપ્તિ થાય છે.

આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી

આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.

મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે 

આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. 21, 51 કે 108 વખત ગણેશજીનાં મંત્રનો જાપ કરવામાં આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વહેલી સવારથી ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ ગણેશજીને પ્રાર્થના કરી ઇચ્છીત ફળ મેળવવા માંગે છે તો ચાલો સાથે મળી કરી લઇએ ભગવાન ગણેશજી પૂજા અર્ચના

  • Follow us on: