- બ્લુ મૂનને એક દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે
- આ સમય દરમિયાન ચંદ્ર ખૂબ જ તેજસ્વી બને છે
- આ વર્ષે રક્ષાબંધનના દિવસે આ દુર્લભ નજારો જોવા મળશે
બ્લુ મૂનને એક દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે, જે વર્ષમાં 2-3 વખત થાય છે. તેને સ્ટર્જન પૂર્ણ ચંદ્ર કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્ર તેના 16 કળાએ ખીલેલો હોય છે. આ સમય દરમિયાન ચંદ્ર ખૂબ જ તેજસ્વી બને છે અને ઘણો મોટો દેખાય છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે આ દુર્લભ નજારો જોવા મળશે. એક તરફ, ચંદ્ર સોળ કળાએ ખીલશે જ્યારે બીજી તરફ, આ દિવસે, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણના સોમવારની સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
આ સાથે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે. ચંદ્રનો સ્વામી શિવ છે અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે. આથી કેટલીક રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ મળવાના છે. ચાલો જાણીએ રક્ષાબંધન સાથે બ્લુ મૂનનું જોડાણ કઈ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે…
આકાશમાં બ્લુ મૂન ક્યારે જોવા મળશે
આ દિવસે સાંજે 6.54 કલાકે ચંદ્રનો ઉદય થશે. આ સાથે, ભારતીય સમય અનુસાર, ચંદ્ર સોળ કળાએ ખીલશે આ સાથે 20 ઓગસ્ટે સવારે 6.24 કલાકે ચંદ્રાસ્ત થશે.
સુપર મૂન સમયે ચંદ્રની સ્થિતિ
19 ઓગસ્ટે સાંજે 6:59 કલાકે ચંદ્ર મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
બ્લુ મૂન પર શુભ યોગ
આ વર્ષે, ઓગસ્ટમાં આવતા બ્લુ મૂન પર અનેક શુભ યોગ બનશે. ચંદ્ર સોળ કળાએ ખીલશે. આ સાથે તે શનિની રાશિ કુંભ રાશિમાં રહેશે. ચંદ્રના સ્વામી સ્વયં ભગવાન શિવ છે. શનિના ભગવાન શિવ સાથે સારા સંબંધો છે. આ સાથે જ રક્ષાબંધન સાથે શ્રાવણ પૂર્ણિમા તેમજ ઉત્તરભારતમાં છેલ્લો સોમવાર હશે આપણા ગુજરાતમાં બીજો સોમવાર હશે. આ સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન અને રવિ યોગની સાથે શ્રવણ નક્ષત્રની રચના થઈ રહી છે. ગ્રહોની સ્થિતિ અનુસાર આ દિવસે લક્ષ્મી નારાયણ, બુધાદિત્ય, શુક્રાદિત્ય સાથે વિષ યોગ, કુબેર યોગ, શશ રાજયોગ રચાઈ રહ્યો છે. આટલા બધા શુભ યોગ એકસાથે બનવાના કારણે કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે.
શું બ્લુ મૂન દેખાશે?
મોટાભાગના લોકો બ્લુ મૂન વિશે વિચારે છે કે આ દિવસે ચંદ્ર વાદળી દેખાશે. પરંતુ એવું નથી, પરંતુ આ દિવસે ચંદ્ર અન્ય દિવસો કરતાં મોટો અને તેજસ્વી હોય છે. તેનું નામ ફક્ત કેલેન્ડર મુજબ રાખવામાં આવ્યું છે. ઓગસ્ટમાં આવતા આ ચંદ્રને સ્ટર્જન મૂન કહેવામાં આવે છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં અમેરિકાના તળાવોમાં સ્ટર્જન માછલીઓ મોટી માત્રામાં જોવા મળે છે. આ કારણોસર તેને સ્ટર્જન મૂન કહેવામાં આવે છે.