• શ્રાવણ પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધન ભદ્રા વિનાના શુભ મુહૂર્તમાં ઉજવવું સારું છે.
  • આ રક્ષાબંધન પર એક નહી પણ 6 શુભ સંયોગો બની રહ્યા છે
  • તે દિવસે પાતાળની ભદ્રાનો સાયો હોવાથી રક્ષાબંધનના તહેવારની મજા બગાડી શકે છે

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, શ્રાવણ પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધન ભદ્રા વિનાના શુભ મુહૂર્તમાં ઉજવવું સારું છે. આ સમય દરમિયાન બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધવી જોઈએ. આ રક્ષાબંધન પર એક નહી પણ 6 શુભ સંયોગો બની રહ્યા છે, પરંતુ તે દિવસે પાતાળની ભદ્રાનો સાયો હોવાથી રક્ષાબંધનના તહેવારની મજા બગાડી શકે છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે પાતાળની ભદ્રાનો પૃથ્વી પર કોઈ પ્રભાવ નથી, પરંતુ સામાન્ય લોકો શુભ કાર્યોમાં તેની અવગણના કરતા નથી. કોઈપણ રીતે, આ તહેવાર ભાઈ અને બહેનના સુખ સાથે સંબંધિત છે.

રક્ષાબંધન 2024 તારીખ

હિંદુ કેલેન્ડર મુજબ, આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ, સોમવારના રોજ સવારે 3:04 કલાકથી શરૂ થશે અને 19મી ઓગસ્ટે જ રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે. સૂર્યોદયની તારીખના આધારે, રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

રક્ષાબંધન 2024 પર 6 શુભ સંયોગ

આ વર્ષે રક્ષાબંધન પર 6 શુભ સંયોગ બની રહ્યા છે, જેના કારણે રક્ષાબંધનનો તહેવાર અત્યંત શુભ રહેશે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાજ પંચક, શ્રાવણ સોમવાર, શ્રાવણ પૂર્ણિમા,સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને શોભન યોગ રચાઈ રહ્યા છે. આ 6 શુભ સંયોગોને કારણે રક્ષાબંધનનો તહેવાર ખાસ બનશે.

1. રાજ પંચક:

રક્ષાબંધનના દિવસે, રાજ પંચક સાંજે 07:00 થી બીજા દિવસે સવારે 05:53 સુધી છે. સોમવારથી શરૂ થતુ રાજ પંચક શુભ છે.

2. શ્રાવણ સોમવાર:

શ્રાવણ સોમવાર ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોમવારનું વ્રત રાખે છે ભગવાન શિવની ભાવથી પૂજા કરે છે. આ વખતે શ્રાવણ માસ સોમવારે શરૂ અને સોમવારે પૂરો થઈ રહ્યો છે. શ્રાવણના સોમવારે ઉપવાસ અને પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. સોમવાર શિવજીને ખુબજ પ્રિય છે.

3. શ્રાવણ પૂર્ણિમાના વ્રત અને સ્નાનઃ

રક્ષાબંધનના દિવસે શ્રાવણ પૂર્ણિમાનું વ્રત ઉત્તમ કહેવાય છે આ દિવસે સ્નાન કરવાથી સો ગણુ ફળ મળે છે. શ્રાવણ પૂર્ણિમાએ સ્નાન, દાન અને ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

4. સર્વાર્થ સિદ્ધિ યોગઃ

તમામ કાર્યોમાં સફળતા અપાવતો સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રક્ષાબંધન પર રચાઈ રહ્યો છે. આ યોગ સવારે 05:53થી 08:10 સુધી ચાલશે.

5. રવિ યોગઃ

રક્ષાબંધનના દિવસે સવારે 05:53થી 08:10 સુધી રવિ યોગ છે. આમાં સૂર્યનો પ્રભાવ વધુ હોય છે અને આ યોગમાં તમામ દોષો દૂર થઈ જાય છે.

6. શોભન યોગઃ

શોભન યોગ રક્ષાબંધનના દિવસે આખો દિવસ રહેશે. તેનો શાસક ગ્રહ ગુરુ છે, જે શુભતાનું પ્રતીક છે.

રક્ષાબંધન 2024 ભદ્રા કાળ

રક્ષાબંધન પર, ભદ્રા સવારે 05:53થી બપોરે 01:32 સુધી રહેશે. તમારે ભદ્રા સમયે રાખડી બાંધવાનું ટાળવું જોઈએ.

રક્ષાબંધન 2024 રાખડી બાંધવાનો શુભ સમય

19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:32 થી 9:08 સુધીનો છે. તેના આધારે આ વર્ષે રક્ષાબંધનનો શુભ સમય સાડા સાત કલાકથી વધુ રહેશે.

  • Follow us on: