• ઘરમાં લક્ષ્મીજીની ખંડિત મૂર્તિ ભૂલથી ન રાખશો
  • સાફસફાઈ વાળા ઘરમાં નિવાસ કરે છે લક્ષ્મીજી
  • મા લક્ષ્મીના કમળના ફૂલ વાળો ફોટો પૂજામાં રાખો

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું વિધાન છે. આ દિવસોમાં માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરાય છે. એવામાં જો તમે ધનવાન બનવા ઈચ્છો છો તો ધન મેળવવા અને આર્થિક તંગી દૂર કરવા માતા લક્ષ્મીનો કેવો ફોટો લગાવવો તે જાણી લેવું જરૂરી છે.

મા લક્ષ્મી ધનની દેવી

કહેવાય છે કે આ દિવસે ધનની દેવીની પૂજાથી સમૃદ્ધિ આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજાનું વિધાન છે. આ દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. જીવનમાં આર્થિક સંકટથી પણ છૂટકારો મળે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજીની પૂજાથી તેમના આશીર્વાદ મળે છે.

આવા ઘરમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી

એવી માન્યતા છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે. જે ઘરમાં સાફ સફાઈ અને સાત્વિક આચરણનો વાસ હોય છે માતા લક્ષ્મી એ ઘરમાં નિવાસ કરે છે. માતા લક્ષ્મી ત્યાં નિવાસ કરે છે જ્યાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ ભાવ અર્પિત કરાય છે. એવા લોકોની ભક્તિ મા લક્ષ્મી સ્વીકાર કરે છે અને તેમને ધન, વૈભવ અને યશના આશીર્વાદ આપે છે.

લાવો મા લક્ષ્મીની કમળના ફૂલવાળો ફોટો

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ઘરમાં શુભ ફળની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની કમળના ફૂલ પર વિરાજમાન ફોટો કે તસવીર લગાવો. સાથે કળશથી સોનાના સિક્કાનો વરસાદ થતો હોય તેવો ફોટો રાખો. તેનાથી વ્યક્તિના ઘરમાં બરકત આવે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

આ ફોટો લગાવવાથી માતા લક્ષ્મી રૂઠે છે

કહેવાય છે કે મા લક્ષ્મી સ્વભાવથી ચંચળ હોય છે અને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ફરતી રહે છે. જો તમે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બનાવી રાખવા ઈચ્છો છો તો માતા લક્ષ્મીની ઘુવડ પર સવારી વાળો ફોટો ભૂલથી પણ પૂજામાં ન લગાવો.

આ દિશામાં ન રાખો મૂર્તિ

વાસ્તુમાં માતા લક્ષ્મીની પ્રતિમાને માટે ઘરની કેટલીક દિશાનું ખાસ ધ્યાન રાખવું, ઉલ્લેખનીય છે કે માતા લક્ષ્મીનો ફોટો ક્યારેય દક્ષિણ દિશામાં રાખવો નહીં.

ન રાખો આવો ફોટો

આ સિવાય ઘરમાં માતા લક્ષ્મીનો કોઈ ખંડિત ફોટો ન રાખો. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરથી તરત જ નારાજ થઈને જતી રહે છે. જો તમે ઘરમાં આવી કોઈ પણ તસવીર રાખો છો તો તને પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો અને નવો ફોટો સ્થાપિત કરો.  

  • Follow us on: