- પાન કે આસન પર જ પધરાવો દીવો
- માટીના દીવાને શુદ્ધ ઘી કે તેલથી પ્રગટાવો
- દીપ દાનનો સંબંધ ધન, સમૃદ્ધિ અને આરોગ્ય સાથે છે
હિંદુ ધર્મમાં પૂજા પાઠ અને માંગલિક કામના સમયે દીવો કરવાનું ખાસ મહત્ત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દીવાના પ્રકાશથી ફક્ત અંધારું નહીં પણ નકારાત્મકતા પણ દૂર થાય છે. દીવાને શુભતા અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. આ કારણ છે કે દિવાળીના દિવસે અનેક લોકો દીપ દાન કરે છે. તેને કરવા માટે દીપ દાનની વિધિ, દીપ દાનના ઉપાયો અને ધાર્મિક લાભનો ખ્યાલ રાખવો જરૂરી છે. તો જાણો આ વિશે વિસ્તારથી.
જાણો દીપ દાનની વિધિ
કોઈ પણ પવિત્ર સ્થાને દીપ દાન કરતા પહેલા સૌથી પહેલા તન અને મનથી પવિત્ર હોવું જરૂરી માનવામાં આવ્યું છે. આ પછી તમે માટીના દીવામાં શુદ્ધ ઘી કે તેલ નાંખીને તેના સ્થાને લઈ જઈને કોઈ પાન કે આસન પર રાખો. જો તમે તેને નદીમાં રાખી રહ્યા છો તો તેને પાનથી બનેલા દુંદામાં રાખીને પ્રવાહિત કરો. ધ્યાન રાખો કે ક્યારેય દીવાને સીધા જમીન પર ન રાખો. કેમકે આ મોટો દોષ માનવામાં આવે છે. જો કોઈ પવિત્ર સ્થાને રાખો છો તો અહીં કોઈ પાત્ર કે ચોખા રાખીને પછી દીપ દાન કરો.
ક્યાં કરાય છે દીપ દાન
જો તમે દિવાળીના દિવસે દીપ દાન કરીને પુણ્ય કમાવવા ઈચ્છો છો તો આ પાવન પર્વએ ગંગાના કિનારે દીવો કરો. ગંગા તટ પર કારતક માસની અમાસે દિવાળીએ દીપ દાનનું મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે પૃથ્વી પર દેવી દેવતા દિવાળી કરવા આવે છે. કાશીમાં આ દિવસે ગંગા તટ પર હજારોની સંખ્યામાં દીવા કરાય છે. ગંગા તટના સિવાય તમે અહીં કોઈ મંદિર, જળ તીર્થ, પવિત્ર ઝાડ, ખેતરો, તિજોરી, અન્નના ભંડારની પાસે પણ દીપ દાન કરી શકો છો.
જાણો દીપ દાનના અચૂક ઉપાય
હિંદુ માન્યતા અનુસાર દિવાળીના દિવસે દીપ દાન કરવાથી વ્યક્તિને ધનની દેવી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે. માન્યતા છે કે આ દિવસે વ્યક્તિ ઘરના મેન ડોરની પાસે સાથિયો બનાવીને ઘીનો દીવો કરે છે તો તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. જો તમારી પાસે શુદ્ધ ઘી ન હોય તો તમે સરસિયાના તેલનો દીવો પણ કરી શકે છે. તેનાથી પણ પુણ્ય મળે છે.
જાણો શું છે દીપ દાનનો આર્થિક લાભ
હિંદુ માન્યતા અનુસાર દીપ દાન કરવાથી જે પુણ્ય મળે છે તેનાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની સાથે ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે દીપ દાનના પુણ્યથી અકાળ મૃત્યુનો ભય અને નવગ્રહોનો દોષ દૂર થાય છે. આ સાથે દેવી દેવતા અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. દીપ દાન કરવાથી જીવનની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ પણ થાય છે.