• જૂની માટલી અને બોટલનો કરો ઉપયોગ
  • જૂની સાડીઓ અને દુપટ્ટાની મદદથી બનાવો સોફાના કવર નવા
  • ફૂલ અને રંગોળીથી કરો ઘરની સજાવટ

દિવાળીએ દરેક જગ્યાએ રોશની જોવા મળે છે. અનેક દિવસો પહેલાથી લોકો ઘરની સાફ સફાઈ અને રંગ રોગાન પણ શરૂ કરી દે છે. આ વખતે દિવાળી 12 નવેમ્બરે છે. આ માટે તમે અત્યારથી તમારા ઘરને સજાવવાની તૈયારીઓ કરી લો છો. તો કેટલીક ટિપ્સને ધ્યાનમાં રાખી લેવી જરૂરી છે. તેનાથી તમારું ઘર સુંદર લાગશે અને લોકો વખાણ પણ કરશે. દિવાળીએ તમે રૂપિયા ખર્ચ કરીને જ સજાવટ કરી શકો એવું નથી. તમે ઓછા બજેટમાં પણ કામ કરી શકો છો. તો જાણો ઘરની જૂની વસ્તુઓને પણ તમે કઈ રીતે રીયૂઝ કરશો.

સોફા માટે નવા કુશન કવર આ રીતે કરો તૈયાર

સોફા માટે કુશન કવર બનાવવા એ મહેનતનું કામ છે. આ માટે તમે ઘરની જૂની સાડીઓ અને દુપટ્ટાની મદદ લઈ શકો છો. આ માટે તમે સાડીની લેસ અને લટકણનો ઉપયોગ પણ કરી શકો છો. જો લેસ ન હોય તો તમે માર્કેટથી ખરીદીને લાવી શકો છો. સસ્તામાં જૂની વસ્તુઓથી તમારા કુશનને નવો લૂક મળશે.

જૂની માટલી અને બોટલનો કરો ઉપયોગ

જો તમારા ઘરમાં જૂની માટલી કે કળશ છે તો તેની પર મોતી કે લેસ લગાવીને ડેકોરેટ કરો. આ માટે તમારે ગ્લૂની જરૂર પડશે. આ રીતે બેકારની બોટલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમામ ચીજોને તમે ફ્લાવર વાઝની જેમ ઉપયોગમાં લઈ શકો છો.

દિવાલને આપો નવો લૂક

જો તમે પેઈન્ટિંગ કે કઢાઈનું કામ જાણો છો તો દિવાલ પર જાતે જ પેઈન્ટિંગ કરી શકો છો. પડદા પર ડિઝાઈન બનાવીને નવો લૂક આપી શકો છો. તે તમારા બજેટમાં પણ રહેશે અને ઘરને નવો લૂક મળશે. તમે ઓનલાઈન વીડિયોથી પણ ટિપ્સ લઈ શકો છો.

સજાવટ માટે ફૂલ છે બેસ્ટ

દિવાળી છે તો ફૂલથી ઘર સજાવીને મસ્ત સુગંધિત વાતાવરણ બનાવી શકાય છે. તમે ઘરને સજાવવા માટે અને ફૂલોથી ડેકોરેટ કરવા માટે લોકલ દુકાનદાર પાસેથી ફૂલ લાવી શકો છો. કંઈ નહીં તો કેસરી અને પીળા ગેંદાના ફૂલ તમારી મદદ કરશે. તમે આ સાથે આસોપાલવના પાન પણ મિક્સ કરી શકો છો, આ ડેકોરેશન તમારું મન મોહી લેશે.

રંગોળી અચૂક બનાવો

દિવાળી પર દરવાજાની બહાર કે અંદર રંગોળી હોવી જરૂરી છે. દિવાળીએ રંગોળી બનાવી લો. ડિઝાઈન વાળી જાળીઓ પણ તૈયાર મળે છે. તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. ડેકોરેશનમાં તમે વધેલા ફૂલનો ઉપયોગ કરી શકો છો. તેની રંગોળી પણ સુંદર લાગે છે. જો તમને કલરની રંગોળી ન ફાવે તો તમે ફૂલની મદદથી પણ રંગોળી બનાવી શકો છો.  

  • Follow us on: