દિવાળીના તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે અસમંજસ થઇ રહી છે. સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધીના સળંગ 5 દિવસના તહેવાર આવે છે જો કે આ વખતે પણ દિવાળી પર ધોકો (ખાલી દિવસ) પડતર દિવસ રહેશે. આજે આપણે પડતર દિવસ વિશે એટલે 'ધોકા' વિશે માહિતી મેળવીએ. કેમ પડતર દિવસ આવે છે. આવો જાણીએ. વધારાનો દિવસ એટલે કે પડતર દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારે મહિના અને દિવસની ગણતરી કરવામાં આવે છે.


દિવાળીની તારીખને લઈને શા માટે છે વિવાદ?

દિવાળીની તારીખને લઈને વિવાદનું મુખ્ય કારણ એ છે કે અમાસ તિથિ બે દિવસ સુધી ચાલે છે. આ વર્ષે કારતક અમાસ તિથિ 31 ઓક્ટોબરની સાંજથી શરૂ થઈને 1 નવેમ્બરની સાંજ સુધી છે. આ તારીખ 31 ઓક્ટોબરે બપોરે 3:52 વાગ્યે શરૂ થશે અને 1 નવેમ્બરના રોજ સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે.

દિપાવલીના શુભ તહેવાર

29 નવેમ્બર, મંગળવાર, ધનતેરસ

30 નવેમ્બર, બુધવાર કાળીચૌદશ

31 નવેમ્બર,ગુરૂવાર દિવાળી

01 ડિસેમ્બર -શુક્રવાર- પડતર દિવસ

02 ડિસેમ્બર -શનિવાર- નૂતન વર્ષ (વિક્રમ સંવંત 2081નો પ્રારંભ)

03 ડિસેમ્બર -રવિવાર-ભાઇબીજ

06 ડિસેમ્બર -બુધવાર-લાભપાંચમ, જ્ઞાન પંચમી

08 ડિસેમ્બર -શુક્રવાર-જલારામ જયંતી

તેથી બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય

ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી તમે જોયુ હશે કે દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. તેથી સરળતા ખાતર ચંદ્રની તિથી સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમિયાન તિથી બદલાઇ જતી હોય.

ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી

ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.

સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે

જો કે સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે. કેટલાંક જ્યોતિષીઓના મત પ્રમાણે ધોકો પાળવાની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે ઉદ્‍ભવી છે, પ્રાચીન ગણતરીઓમાં આવી કોઈ પ્રથા જણાતી નથી. ધોકો પાળવો કે ન પાળવો એ વિસ્તાર પ્રમાણે અને માન્યતાઓને આધારીત હોય છે. સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય.

નક્ષત્ર પરથી જાણો ધોકો કેમ આવે

'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ, 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર, 'પુષ્ય'થી પોષ, 'મઘા'થી મહા વગેરે. આવી જ રીતે 'આસો' માસની અમાસ બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય. પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાસ બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ ખાલી દિવસ રહે છે.

  • Follow us on: