દિપાવલી પર્વની ઉજવણી સમગ્ર ભારતવર્ષમાં આદિ-અનાદિકાળથી થતી આવી છે આ પર્વ ઉપર ખાસ મહાલક્ષ્મી,મહાસરસ્વતી અને મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. રમાએકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી,બેસતુ વર્ષ, ભાઈબીજ અને અને લાંભ પાંચમ તેમજ દેવદિવાળી સુધી આનંદ,ઉલ્લાસનો માહોલ રહેતો હોય છે. દિવાળી પર્વ એ ગરીબ, મધ્યમવર્ગ, શ્રીમંતો હોય કે પછી નોકરીયાત, ધંધાર્થી કે મજુરી કરતો માણસ હોય આ પર્વ નાનામાં નાનો માણસથી લઈ મોટા ધનવાન લોકો પણ મનાવે છે.


બાર માસે આવતું આ મહાપર્વ મીઠાઈઓની મીઠાસની સાથે અનેક ખુશીઓ લઈને આવતો હોય છે. લોકો,આડોશપાડોશ વચ્ચે મનમેળ હોય છતાંય આ પર્વે ક્ષમાયાચના માંગી ગળે ભેટીને આ પર્વને ઉલ્લાસપુર્વક ઉજવતાં હોય છે.

ત્યારે આજે રમા એકાદશી એટલે કે, મહાપર્વનો શુભારંભ આજથી દિપોત્સવી પર્વની શરૂઆત થઈ જશે. લોકો બજારોમાં મીઠાઈ, કપડાં, ફટાકડાં સહિતની ખરીદી પણ કરશે. જોકે આ વખતે તા.31 અને 1 નવેમ્બર બે દિવસ અમાસનો છાયો રહેવાનો હોઈ દિવાળી ક્યારે મનાવી લોકો હજુ પણ અસમંજસમાં છે.

ધનતેરસ – 29 ઓક્ટોબર 2024

ધનતેરસ દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદીના સિક્કા, વાસણો, ઝવેરાત વગેરે ખરીદે છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ અને ખુશીઓ આવે છે. આ વર્ષે ધનતેરસની તારીખ 29 ઓક્ટોબરે આવી રહી છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ સવારે 10.31 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બપોરે 1.15 વાગ્યે સમાપ્ત થશે. પૂજાનો સાચો સમય સાંજે 6:31 થી 8:13 સુધીનો રહેશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે

નરક ચતુર્દશી – 30 ઓક્ટોબર 2024

ધનતેરસના બીજા દિવસે નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને રૂપ ચતુર્દશી અથવા રૂપ ચૌદસ પણ કહેવાય છે. આ વર્ષે નરક ચતુર્દશી 30 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ચતુર્દશી તિથિ 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે શરૂ થશે અને 31 ઓક્ટોબરે બપોરે 3:52 વાગ્યે સમાપ્ત થશે.

દિવાળી 31 ઓક્ટોબર 2024

દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી, ગણેશજી, સરસ્વતી માતા અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરે છે, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે. આ દિવસે અમાવસ્યા તિથિ 31મી ઓક્ટોબરે બપોરે 3.52 વાગ્યાથી 1લી નવેમ્બરે સાંજે 5:13 વાગ્યા સુધી રહેશે.

ગોવર્ધન પૂજા 2 નવેમ્બર 2024

ગોવર્ધન પૂજા દિવાળીપછી થાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગોવર્ધન પૂજા 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. પ્રતિપદા તિથિ 1લી નવેમ્બરે સાંજે 6:16 વાગ્યાથી શરૂ થશે અને 2જી નવેમ્બરે રાત્રે 8:21 વાગ્યા સુધી ચાલશે. પૂજાનો સાચો સમય સવારે 6:34 થી 8:46 અને બપોરે 3:23 થી 5:35 સુધીનો રહેશે.

ભાઈ બીજ 2024

દિવાળી સપ્તાહનો છેલ્લો દિવસ ભાઈ બીજ છે, જે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને આશિષ આપે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ વખતે ભાઈ બીજ 3જી નવેમ્બરે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, દ્વિતિયા તિથિ 2 નવેમ્બરે રાત્રે 8:21 વાગ્યાથી શરૂ થશે અને 3 નવેમ્બરે રાત્રે 10:05 વાગ્યા સુધી ચાલશે.

  • Follow us on: