- કાલાષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
- માત્ર જળાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
- તેથી, ભક્તો પૂજા સમયે ભગવાન શિવનો જળાભિષેક અવશ્ય કરે છે.
કાલાષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વહેલી સવારથી જ મંદિરોમાં ભગવાન શિવના અભિષેક કરવામાં આવી રહ્યા છે. ભક્તો ભગવાન શિવને પાણી, ગંગા જળ, દૂધ, પંચામૃત, ઘી, મધ વગેરે વસ્તુઓથી અભિષેક કરે છે. માત્ર જળાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેથી, ભક્તો પૂજા સમયે ભગવાન શિવનો જળાભિષેક અવશ્ય કરે છે.
ભગવાન શિવની ઉપાસના કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે
મેષ રાશિના જાતકોએ ભગવાન મહાદેવને મધ અથવા ચંદન મિશ્રિત ગંગા જળથી અભિષેક કરવો જોઈએ.
વૃષભ રાશિના લોકોએ કાલાષ્ટમી પર ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ.
મિથુન રાશિના જાતકોએ ગંગા જળમાં બીલીપત્ર ચઢાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
કર્ક રાશિવાળા લોકોએ કાલાષ્ટમી પર ભગવાન શિવને શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ.
સિંહ રાશિના લોકોએ ઇચ્છિત વર મેળવવા માટે ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ.
કન્યા રાશિના જાતકોએ ગંગા જળમાં સોપારી અથવા દૂર્વા નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
તુલા રાશિના લોકોએ શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે ભોલેનાથને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
વૃશ્ચિક રાશિના લોકોએ કાલાષ્ટમી પર ગંગાજળમાં મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
ધન રાશિના લોકોએ કાલાષ્ટમી તિથિએ ભગવાન શિવને કાચા ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ.
મકર રાશિના લોકોએ કાલાષ્ટમી પર ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
કુંભ રાશિના લોકોએ ભગવાન શિવને નારિયેળ જળથી અભિષેક કરવો જોઈએ.
મીન રાશિના જાતકોએ દૂધમાં કેસર ભેળવીને એટલે કે કેસર મિક્ષ કરીને મહાદેવનો અભિષેક કરવો જોઈએ.