ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર્વમાં ભક્તો દ્વારા ગણેશ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે. તો આજે આપણે ગણેશ પૂજાની સામગ્રી, પૂજનના મંત્ર તેમજ ગણેશ પૂજાની પ્રિય સામગ્રી જેના દ્વારા ગણેશજીની પૂજા કરતા ગણેશજી પ્રસન્ન થાય છે તેની વિગતે માહિતી મેળવીએ
પ્રિય પ્રસાદ (મિષ્ઠાન્ન)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ
પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ ,ગુલાબ , હજારીગલના ગલગોટા
પ્રિય વનસ્પતિ - દુર્વા - ધરો, શમી-પત્ર
ગણેશ પૂજનમાં તુલસીનો ઉપયોગ ના કરવો
ગણેશજી - જળતત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન ખુબ પ્રિય છે. ગણેશ સ્થાપન પાસે જળભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે. ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે
ગણેશજીના અસ્ત્ર
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ,અને પરશુ છે.
ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ, ચક્ર, ગદા અને નાગ છે
ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે
ગણેશ પ્રિય મંત્રો
ૐ ગં ગણપતયે નમઃ
ૐ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ૐ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા
ૐ ગ્લૌમ ગં ગણપતયે નમઃ
ગણેશ પર્વ દરમિયાન ગણેશજી ના કલ્યાણકારી 12નામ રૂપી મંત્ર જાપ નિત્ય કરવાથી વિઘ્નો દૂર રહે છે
સુમુખ: ૐ સુમુખાય નમઃ, એકદંત :ૐ એકદંતાય નમઃ, કપિલ :ૐ કપિલાય નમઃ, ગજકર્ણક: ૐ ગજકણકાય નમઃ, લંબોદર: ૐ લાંબોદરાય નમઃ, વિકટ: ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નહર્તા: ૐ વિઘ્નહર્તા નમઃ વિનાયક: ૐ વિનાયકાય નમઃ, ધૂમ્રકેતુ: ૐ ધુમ્રકેતવે નમઃ, ગણાધ્યક્ષ: ૐ ગણાધ્યક્ષ્યાય નમઃ, ભાલચંદ્ર: ૐ ભાલચંદ્રય નમઃ, ગજાનન: ૐ ગજાનનાય નમઃ
ભગવાન ગણેશનું વાહન એકલો ઉંદર નથી મયુર અને સિંહ પણ છે
આ અંગે ગણેશપુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે તે વિશે ગણેશ પુરાણની રોચક વાતો જણાવતા જાણીતા જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને પણ શ્રી ગણેશજીનું વાહન જણાવાયાં છે કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે
ગણેશ જી દરેક યુગમાં અવતરિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે
જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ગણેશ જી દરેક યુગમાં અવતરિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળિયુગ માં પણ ગણેશ જી અવતાર લેવાના છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગ માં તેમનું નામ વિનાયક હતું. ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે. દ્વાપરયુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક હતું તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાલબ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા. પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો હશે , તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે કળિયુગમાંથી અવતારનો સાથ આપવા અવતાર લેવાના છે અને તેમના અવતાર બાદ કળિયુગ સમાપ્ત થશે અને ફરી સતયુગ આવશે













