• 10 દિવસીય ગણેશોત્સવની તૈયારીઓ શરૂ
  • ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવશે
  • અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવામાં આવશે

ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઘરે-ધરમાં શ્રી ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે. સુખ-સમૃદ્ધિની કામના સાથે આઠ પ્રહરની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમતો ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. દરેક પૂજા મા પહેલા ગણેશજીને પૂજવાથી ભક્તોની મનોકામના સિદ્ધ થાય છે. ઘરમાં ગણેશજીની સ્થાપના કરતા સૌ પ્રથમ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવુ જોઇએ.

આજે આપણે જાણીએ કે કેવા ગણેશજીની સ્થાપના કરવી જોઇએ એટલે કે ગણેશજીનું સ્વરૂપ કેવુ હોવુ જોઇએ. ગણેશજીની સ્થાપના ગણેશ ચતુર્થીએ કરવામાં આવશે જે 7 સપ્ટેમ્બરે છે અને વિસર્જન 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

ગણેશ પ્રતિમા ખરીદતા પહેલા આટલી કાળજી રાખો

ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઇએ

ગણેશજીની મૂર્તિની સુંઢ ડાબી બાજુ હોવી જોઇએ

ગણેશજી આરામની મુદ્રામાં બેઠેલા હોવા જોઇએ

એક હાથમાં મોદક અને બીજો હાથ આશિર્વાદ મુદ્રામાં હોવો જોઇએ

ગણેશ ચતુર્થી પૂજાનો શુભ સમય

ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે.

આ પદ્ધતિથી ઘરમાં ગણપતિની પૂજા કરો

દરરોજ સવાર-સાંજ ભગવાન ગણેશની મૂર્તિની સામે દીવો પ્રગટાવો. જ્યાં સુધી ભગવાન ગણેશ તમારા ઘરમાં રહે છે ત્યાં સુધી તેમને ઓછામાં ઓછા ત્રણ વખત ભોગ અર્પણ કરવો જોઈએ. ભગવાનને મોદક અવશ્ય અર્પણ કરો. પ્રસાદ ધરાવો, આરતી કરો અને પૂજા કરો.

શુભ મુહૂર્તમાં બાપ્પાની કરો સ્થાપના

દ્રિક પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ પૂજાનો સમય મધ્યાહનમાં 11:03 થી બપોરે 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 31 મિનિટનો છે. 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. 

  • Follow us on: