- અંબાજીમાં નવરાત્રિના પ્રારંભે જવારાનું સ્થાપન કરી ઘટસ્થાપન વિધિ કરવામાં આવશે
- માતાજીની આરતી સાથે બંને સમયે થાય છે જવારાની આરતી
- જવારા વાગ્યા બાદ વરસના વરતારા જોવાય છે
નવરાત્રિ બાદ ઝવેરાની ઉથાપન વિધિ થાય છે ઝવેરા ભાવિક ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. શક્તિની આરાધના ના નવરાત્રી પર્વ દરમિયાન બે ટાઈમ ઝવેરા નું પૂજન અર્ચન આરતી સહિત વિધિ સહિત પૂજન વિધિ કરવામાં આવે છે. શક્તિની આરાધના પવિત્ર નવરાત્રિના પ્રારંભે જગત જનની જગદંબા સમક્ષ ઘટસ્થાપન વિધિ કરવામાં આવે છે મંદિરના ભઠ્ઠી મહારાજ દ્વારા ઘટસ્થાપન કરી માં અંબા સન્મુખ ચાચર ચોકમાં જવારા વાવવામાં આવે છે ઘટસ્થાપન સમયે પૂજન વિધિ બાદ વાવેલ જવારાનું નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે જગતજનની જગદંબાની આરતી સાથે જવારાનું પણ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે અને બંને ટાઈમ આરતી કરવામાં આવશે.
અંબાજી મંદિરમાં આસો નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય
સવારે મંગળા આરતી 07.30 થી 08.00
સવારે દર્શન 08.00થી 11.30
રાજભોગ બપોરે 12.00 વાગે
બપોરે દર્શન 12.30 થી 04.30
સાંજની આરતી 06.30 થી 07.00
સાંજે દર્શન 07.00થી 09.00
15 ઓક્ટોમ્બર ઘટ સ્થાપના સવારે 09.15 થી 10.30
જવારા ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે
નવરાત્રિ બાદ પવિત્ર જવારાનું વિસ્થાપન કરવામાં આવે છે અને જવારા ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે મા અંબા સન્મુખ ગરબે ઘૂમવાનું વિશેષ મહાત્મય હોઇ નવરાત્રિના નવે નવ દિવસ અંબાજી ધામ માં ભાવિક ભક્તોની ભીડ જામે છે તો વળી માં અંબા સન્મુખ ચાચર ચોકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને નવયુગ પ્રગતિ મંડળ દ્વારા નવેનવ દિવસ નીત નવા ગાયક કલાકારો સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે
આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે દિવસે નવરાત્રિ શરૂ થાય છે, દેવી માતા તેમના વાહનમાં સવાર થઈને આવે છે, જે તેમના ભક્તોને એક વિશેષ સંકેત પણ આપે છે.