વૈદિક જ્યોતિષમાં, બુધ ગ્રહને વેપાર અને બુદ્ધિ આપનાર માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં બુધ ગ્રહ બે વાર પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. જેમાં બુધ ગ્રહ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને બુધ ગ્રહ 27 ફેબ્રુઆરીએ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.


મકર રાશિ પર શનિદેવનું શાસન છે અને બુધ ગ્રહ શનિદેવ સાથે મિત્રતા ધરાવે છે. બુધના ગોચરની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેનો સુવર્ણ સમય આ સમયે શરૂ થઈ શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...

મિથુન રાશિ

બુધ ગ્રહનું બે વખત ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે એક વખત બુધ તમારી રાશિથી ભાગ્યના ઘરમાં અને બીજી વખત કર્મના ઘરમાં ગોચર કરશે. તેથી, આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આવકમાં અણધાર્યો વધારો થશે. વેપારમાં વિસ્તરણ અને નવી ભાગીદારીની શક્યતાઓ રહેશે. આ સમયે તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે.

વૃષભ રાશિ

બુધનું બે વખત ગોચર શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મના સ્થાનમાં થઇ રહ્યુ છે તેથી, નોકરી શોધી રહેલા લોકો આ સમયગાળા દરમિયાન નોકરી મેળવી શકે છે. નોકરી બદલવાનો આ યોગ્ય સમય છે. તમારા કામની પ્રશંસા થશે. આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત બની શકે છે.

મેષ રાશિ

બુધનું રાશિ પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી કુંડળીના આવક અને 12મા ભાવમાં બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે. ઉપરાંત, આ સમયે તમે ઘણા સ્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો. નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી દૂરંદેશી અને નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરવામાં આવશે. આવકમાં અણધાર્યો વધારો થશે. 

  • Follow us on: