- તુલસીજી ભગવાન વિષ્ણુજીને ખુબજ પ્રિય
- જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે
- તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી તમામ સમસ્યાઓથી છુટકારો મળે
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિની સાથે વધુ પોઝિટિવ એનર્જી રહે છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે. તેની સાથે જ માતા લક્ષ્મી અને વિષ્ણુજીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં આવનારી પરેશાનીઓ પણ સૂચવે છે. અચાનક સુકાઈ જવાની જેમ, તુલસીનો છોડ ઘણો પ્રયત્ન કરવા છતાં લીલો થતો નથી. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે છે કે તુલસીના આ સૂકા છોડનું શું કરવું જોઈએ. જાણો તુલસીના સૂકા છોડનો ઉપયોગ કરીને વ્યક્તિ કેવી રીતે સુખ અને સંપત્તિ મેળવી શકે છે.
એવું માનવામાં આવે છે કે જો લીલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તો તે ઘરમાં કોઈ મોટી પરેશાની આવવાનો સંકેત માનવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીકવાર બદલાતા હવામાનને કારણે તુલસી સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી.













