• આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન આરાધના કરવામાં આવે છે
  • નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે
  • બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફ્ળ મળે

નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફ્ળ: નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફ્ળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફ્ળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફ્ળ મળે છે.

સિદ્ધિદાત્રીની પૂજાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે 

ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાપૂર્તિ તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયિનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે, સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.

મા ભગવતીની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય 

 માનો આરાધના મંત્ર-ૐ ઐં, હ્રીં, ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ ક2વાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૐ દું દુર્ગાયૈ નમ: આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી મા દુર્ગાની પૂર્ણકૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સંપૂર્ણ રક્ષણ મળે છે. ૐ હ્રીં નમ: આ મંત્રના સવા લાખ કે પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ સાથે તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને મા ભગવતીની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.

ૐ શ્રીં, હ્રીં, ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ: આ મંત્રના એક લાખ જાપથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.

ૐ હ્રીં, એં હ્રીં ૐ સરસ્વત્યૈ નમ: આ મંત્રના સવા લાખ જાપ પૂર્ણ કરવાથી મા સરસ્વતીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પ્રકારના નવરાત્રિ પૂજનથી પરિવારમાં સુખ-શાંતિ, અભ્યુદય અને ઐશ્વર્યની અચૂક પ્રાપ્તિ થાય છે. ભય, શોક, ક્લેશ, દુઃખ, દારિદ્ર અને આધિ-વ્યાધિ-ઉપાધિ જેવા સાંસારિક તાપોથી આપણી રક્ષા થાય છે. 

  • Follow us on: