- અષાઢ માસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.
- જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થશે.
- યાત્રા માટે રથ બનાવવાનું કામ શરૂ થઇ ચુક્યુ છે
દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે એટલે કે અષાઢી બીજે ઓડિશાના પુરી શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે અલગ-અલગ રથ પર સવાર થઈને નગર ચર્યાએ નીકળે છે. બલરામનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથનો રથ પાછળ હોય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કહેવામાં આવે છે કે રથ સમાધિની સામે આવતા જ તેને રોકી દેવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે? ચાલો રથયાત્રા રોકવાના રહસ્ય વિશે જાણીએ.
આ કારણે રથ રોકવામાં આવે છે
ભગવાન જગન્નાથની રથયાત્રા ભારે ઉત્સાહ સાથે કાઢવામાં આવે છે. દંતકથા અનુસાર, સાલબેગ ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્ત હતા. મુસ્લિમ હોવાના કારણે તેમને ભગવાન જગન્નાથ મંદિરમાં જવાની અને રથયાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈચ્છા હોવા છતાં તેઓ મંદિર અને રથયાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા. અને તેમનું મૃત્યુ થયું હતું.તેમના નિધન પછી, જ્યારે જગન્નાથનો રથ બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તે તેમની સમાધિ પર રોકાઈ ગયો. લોકોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ રથ સમાધિની સામેથી ખસ્યો નહીં.
સાલબેગની આત્માની શાંતિ માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી
આ પછી લોકોએ સાલબેગની આત્માની શાંતિ માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી. પછી રથ પોતાની મેળે આગળ વધવા લાગ્યો. ત્યારથી, જ્યારે પણ ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે, ત્યારે રથને થોડા સમય માટે આ સમાધિની સામે રોકી દેવામાં આવે છે. આ પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે.