- મેષ, મિથુન અને કર્ક રાશિના લોકોને મળશે ફાયદો
- ચંદ્ર અને ગુરુથી બનતો ગજકેસરી યોગ તમામ રાશિને કરશે અસર
- દુર્લભ સંયોગ જીવનમાં લાવશે ચમત્કારિક ફેરફાર
વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શુભ યોગ અને રાજયોગ તમામ વ્યક્તિના જીવનમાં મહત્ત્વનો રોલ ભજવે છે. દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્ર મળીને શરદ પૂનમ એટલે કે 28 ઓક્ટોબરે ગજકેસરી રાજયોગનો શુભ સંયોગ બનાવશે. ખાસ વાત એ છે કે આ દિવસે વર્ષનું આખરી ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્ર અને ગુરુથી બનતો ગજકેસરી યોગ 12 રાશિના લોકોને પ્રભાવિત કરશે પણ 3 રાશિ એવી છે જેને આ દુર્લભ સંયોગ ચમત્કારિક ફેરફાર લાવશે. તો જાણો આ તમામ રાશિ વિશે.
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી ઓછો નથી. આ યોગથી પ્રભાવથી તમે વ્યવસ્યામાં સૌથી સારા પરિણામ મેળવી શકશો. વૈવાહિક જીવન શાંતિપૂર્ણ રહેશે અને સાથીની સાથે ટ્રાવેલ કરવાનો અવસર મળશે. આર્થિક લાભ માટે ભાગ્યા તમારો સાથ આપશે. વ્યાવસાયિક જીવનમાં રોકાણ અને નવી પાર્ટનરશીપ બનાવવા માટે સારો સમય રહેશે. આ સમયમાં તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
મિથુન રાશિ
બૃહસ્પતિ-ચંદ્રમા મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો કરી શકે છે. વ્યવસાયિક જાતકોના નફામાં વધારો થશે અને સાથે વ્યાપારને વેગ મળશે. આ સમયે તમારા સંબંધોમાં સુધાર આવી શકે છે. રાજયોગના કારણે જાતકો ઉર્જાવાન અને સ્વસ્થ અનુભવ કરશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે કોઈ નવા કામની શરૂઆત સારી માનવામાં આવે છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે ઘરમાં ધાર્મિક કાર્યક્રમ શરૂ કરવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે સારો સમય હશે. પાર્ટનરની સાથેનો સંબંધ મજબૂત બનશે. ઓક્ટોબરમાં ગજકેસરી યોગ બનવાથી લાઈફમાં ઉર્જાવાન રહેશો. નવી નોકરી મળવાની શક્યતાઓ વધી રહી છે. આ સાથે તમારી આવક પણ વધી શકે છે.