• આ મહિને તુલસીના પાનને સવારમાં જ તોડી લેવા
  • રવિવારે તુલસીના છોડમાં જળ ચઢાવવું નહીં
  • કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવવાથી શુભ ફળ મળે છે

કારતક મહિનામાં તુલસીની પૂજાનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તુલસી પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં આ મહિનાને પવિત્ર માનવામાં આવે છે. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભફળ મળે છે. આ સમયે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રાથી જાગે છે. આ પછી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ સમયે તુલસી પૂજા સાથે જોડાયેલી ભૂલો કરવાથી અશુભ ફળ મળે છે.

તો જાણો કેવી રીતે કરશો તુલસી પૂજા, શું રાખશો ધ્યાન

કારતક મહિનામાં દીપ દાનનું મહત્ત્વ છે. કહેવાય છે કે આ સમયે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને ભક્તોને ધન અને સંપત્તિ પણ આપે છે. તુલસીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં તુલસી પૂજાને મહત્ત્વ અપાય છે. કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવવાથી શુભ ફળ મળે છે. કોઈ પણ ગુરુવારના દિવસે પણ તુલસી લગાવવાનું શુભ માનવામાં આવે છે.

શું કરવું

  • આ સમયે તુલસીની પૂજા અને તુલસી વિવાહ પણ કરાય છે. તેનાથી મનોકામના પૂરી થાય છે. આ સાથે ધનલાભના યોગ પણ બને છે.
  • કારતક મહિનામાં રોજ સવારે તુલસીના છોડમાં જળ આપવાનું શુભ હોય છે. તેની સાથે સાંજે દીવો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
  • આ મહિનામાં તુલસીની પૂજા બ્રહ્મ મૂહૂર્તમાં કરવાનું શુભ હોય છે. સાથે જ દર મંગળવારે છોડમાં જળ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.

જાણો શું સાવધાની રાખવી

  • આ સમયે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવા.
  • આ મહિને તુલસીના પાનને સવારમાં તોડી લેવા. કોઈ અન્ય સમયે તેના પાન તોડવા અશુભ માનવામાં આવે છે અને ઘરની શાંતિ ભંગ થાય છે.
  • જ્યોતિષના અનુસાર કારતક મહિનામાં સવારે સ્નાન બાદ તુલસીના છોડમાં જળ ચઢાવવું. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે. આ સાથે રવિવારે તુલસીના છોડમાં જળ ચઢાવવું નહીં.  

  • Follow us on: