- અગિયારસના દિવસે તુલસીને ન ચઢાવો પાણી
- તુલસીનો છોડ સૂકાઈ જવો એ અશુભ સંકેત
- સૂર્યોદયના સમયે ચઢાવો તુલસીને જળ
મોટાભાગે આપણા સૌના ઘરમાં તુલસીનો છોડ હોય છે. પરંતુ આપણે ક્યારેક વ્યસ્ત હોવાના કારણે તેની પૂજામાં અજાણતા કેટલીક ભૂલો કરી લઈએ છીએ. નાની અને અજાણતા કરાયેલી ભૂલોથી તુલસીજી નારાજ થાય છે. તો જાણો ક્યારે અને કેવી રીતે નાની ભૂલોથી તુલસીજી નારાજ થાય છે.
અગિયારસના દિવસે ન ચઢાવો જળ
જ્યોતિષના અનુસાર અગિયારસના દિવસે તુલસીના છોડમાં જળ ચઢાવવાનું ટાળવું. આમ કરવાથી તુલસીજી નારાજ થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમં અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. જે કામ થતા હોય તે અટકી જાય છે. આ સિવાય એમ પણ માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુને માટે નિર્જળા વ્રત રાખે છે. આ કારણે આ દિવસે તેમને જળ ચઢાવાતું નથી.
તુલસીને દક્ષિણ દિશામાં ન રાખો
વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખો. આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રવાહ વધે છે. જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. આ સાથે જો તમે આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો તમારા ઘરમાં ધનનું આગમન અટકી જાય છે.
વધારે જળ ન ચઢાવવું
તુલસીના છોડમાં વધારે પ્રમાણમાં જળ ચઢાવાતું નથી. આમ કરવાથી તુલસીના છોડના મૂળ સુધી પાણી પહોંચે છે. તેનાથી તુલસીનો છોડ સૂકાઈ શકે છે. માનવામાં આવે છે કે ઘરમાં લાગેલો તુલસીનો છોડ સૂકાઈ જવો એ શુભ સંકેત માનવામાં આવતો નથી. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
સૂર્યોદયમાં જળ ચઢાવવું શુભ
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં જળ ચઢાવવાનો સૌથી સારો સમય સૂર્યોદય છે. માનવામાં આવે છે કે આ સમયે તુલસીમાં જળ આપવાથી વિશેષ ફળ મળે છે અને સાથે જ આર્થિક સંકટથી પણ મુક્તિ મળે છે.
સિલાઈ વિનાના કપડા
પુરાણોમાં કહેવાયું છે તેમ તુલસીના છોડમાં જળ આપતી સમયે હંમેશા ધ્યાન રાખો કે તમે એક સિલાઈ વિનાનું કપડું પહેર્યું હોય. સિવેલા કપડા પહેરીને તુલસીમાં જળ આપવાથી લાભ મળશે નહીં.