હિંદુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. સાથે જ અવિવાહિત છોકરીઓ પણ આ વ્રત રાખી શકે છે. મનગમતો વર મેળવવા આ વ્રત કરે છે. આ તહેવાર મોટા ભાગે ઉત્તરભારતમાં વધારે ઉજવાય છે. આપણે ગુજરાતમાં આવુ જ વ્રત વડસાવિત્રીનું કરવામાં આવે છે. જો કે હવે તો ગુજરાતમાં પણ કરવા ચોથની ઉજવણી થાય છે.


આ દિવસે મહિલાઓ ચંદ્રના ઉદય સુધી નિર્જળા વ્રત રાખે છે

આ દિવસે મહિલાઓ ચંદ્રના ઉદય સુધી નિર્જળા વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબરે રાખવામાં આવશે. સાથે જ આ દિવસે 5 રાજયોગ પણ રચાઈ રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ તિથિ, ભદ્રા સમય અને કરવા ચોથનું ધાર્મિક મહત્વ...

આ 5 રાજયોગ રચાઈ રહ્યા છે

વૈદિક કેલેન્ડર અનુસાર, આ દિવસે ચંદ્ર અને ગુરુની યુતિથી વૃષભ રાશિમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ ઉપરાંત આ દિવસે મહાલક્ષ્મી યોગ, શષ યોગ, સમસપ્તક યોગ અને બુધાદિત્ય રાજયોગ રહેશે.

કરવા ચોથ 2024 તિથિ

જ્યોતિષ કેલેન્ડર અનુસાર, કારતક મહિનાની ચતુર્થી તિથિ 19 ઓક્ટોબરે સાંજે 6.16 વાગ્યે શરૂ થઈ રહી છે અને ચતુર્થી તિથિ 20 ઓક્ટોબરે બપોરે 3.48 વાગ્યા સુધી રહેશે. ઉદયકાળમાં ચતુર્થી તિથિ 20 ઓક્ટોબરે આવશે. તેથી 20 ઓક્ટોબરે જ કરવા ચોથનું વ્રત રાખવું શુભ રહેશે.

કરવા ચોથ પર ભદ્રાની છાયા

જ્યોતિષીય ગણતરી મુજબ, ભદ્રાનો પડછાયો કરવા ચોથ પર સવારે 06:25 થી 06:47 સુધી રહેશે.

કરવા ચોથનું મહત્વ

કરવા ચોથના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ શિવને પામવા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. આ વ્રત પછી જ તેમના લગ્ન શિવ સાથે થયા. કરવા ચોથ વ્રત દરમિયાન ઘણી જગ્યાએ સરગીનો રિવાજ છે. સરગી સાસુ દ્વારા પુત્રવધૂઓને આપવામાં આવે છે, જેમાં ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, મીઠાઈઓ અને મેકઅપની વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમજ આ દિવસે ચંદ્રની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. બીજી તરફ કરવા ચોથના દિવસે કરવા માતાની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે અને વૈવાહિક જીવન સુખી રહે છે.


  • Follow us on: