- શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે
- આ મહિનામાં કાવડ યાત્રા શરૂ થાય છે
- દર વર્ષે કાવડ યાત્રા નીકળે છે
કાવડ યાત્રા શ્રાવણમા શરૂ થાય છે જે શ્રાવણ પૂર્ણિમાની રોજ સમાપ્ત થાય છે. આ ઉત્સવ દરમિયાન શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. કાંવડને લાવ્યા બાદ શ્રાવણ શિવરાત્રિ પર ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણે ત્યાં ઉત્તરભારતમાં ગુજરાતથી 15 દિવસ પહેલા શ્રાવણની શરૂઆત થાય છે.
આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે
આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત સોમવારે પણ વિધિ પ્રમાણે વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને ઈચ્છિત વર મેળવે છે. તેમજ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શ્રાવણથી કાવડ યાત્રા શરૂ થાય છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લે છે. શું તમે જાણો છો કાવડ યાત્રા કેવી રીતે શરૂ થઈ?
આ દિવસથી કાવડ યાત્રા 2024 શરૂ થશે
પંચાંગ અનુસાર આ વખતે કાવડ યાત્રા 22 જુલાઈ 2024થી શરૂ થશે. 02 ઓગસ્ટ 2024 એટલે કે શ્રાવણ શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે.
કાવડ યાત્રાની પ્રથમ કથા
દંતકથા અનુસાર શ્રવણ કુમારે ત્રેતાયુગમાં કાવડ યાત્રા શરૂ કરી હતી. તેમના અંધ માતા-પિતાએ હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના પુત્ર શ્રવણ કુમારે માતા-પિતાને ખભા પર કાવડમાં લઈને પગપાળા પ્રવાસ કર્યો અને તેમને ગંગામાં સ્નાન કરાવ્યું. આ પછી તેઓ ત્યાંથી ગંગા જળ પોતાની સાથે લઈ ગયા, જેનાથી તેમણે ભગવાન શિવને વિધિપૂર્વક અભિષેક કર્યો. ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ હોવાની ધાર્મિક માન્યતા છે.
કાવડ યાત્રાની બીજી કથા
આ સિવાય કાવડ યાત્રાની શરૂઆતની અન્ય એક વાર્તા પણ પ્રચલિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર પીવાથી મહાદેવનું ગળું બળવા લાગ્યું હતું, દેવી-દેવતાઓએ ગંગા જળથી ભગવાનનો જલાભિષેક કર્યો હતો, જેનાથી ભગવાનને ઝેરની અસરથી મુક્તિ મળી હતી. એવું માનવામાં આવે છે કે ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ હતી.