- હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે
- દર મહિનામાં બે વખત એકાદશી આવે છે
- એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં
પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. આ સાથે સાથે જ્યારે રવિવારે એકાદશી આવે ત્યારે એકાદશીનું મહત્ત્વ અનેક ગણુ વધી જાય છે.
પુત્રદા એકાદશી વ્રત કથા
પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજિત નામના એક રાજા રાજ કરતા હતા. આ રાજાની પાસે વૈભવનો કોઇ પાર નહોતો, પરંતુ તેમને કોઈ સંતાન નહોતુ. શેર માટીની ખોટ હતી જેના કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતુ ધ્યાન રાખતા હતા. સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધુ. રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યુ હતુ. રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા. થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.
પુત્રદા એકાદશી મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
એકાદશી તિથિ સમાપન - 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી
પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય- સાંજે 07:51
કરીલો આ ઉપાય
પિતૃદોષના કારણે ઘણી વખત સંતાન સુખ નથી મળતું. એકાદશીના દિવસે પીપળની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો. તેમને દાન આપો. માન્યતા છે કે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાધકની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થાય છે.