• પંડાલોમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવે
  • ગણેશ ચતુર્થીએ ગૌરીપુત્રને સ્થાપિત કરવામાં આવે છે
  • અનંત ચતુર્થીએ ગણેશજીનું વિસર્જન થાય છે

આમતો ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં થઇ હતી પણ હવે ગુજરાતમાં પણ ખુબજ ધામધુમ પૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મોટા મોટા પંડાલોમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીએ ગૌરીપુત્રને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્થીએ ગણેશજીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો ઘરે ભાવથી ગણેશજીને પધરાવે છે. ગણેશજીને એકી સંખ્યાંમાં પધરાવવામાં આવે છે કોઇ 3 કે સાત કે પાંચ દિવસ બાદ ગણપતિજીનું વિસર્જન કરે છે. જો કે ઘરમાં ગણેશજીને લાવતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવુ પડે છે. ગણેશ ચતુર્થી 2023ની ઉજવણી માટે ભક્તો તૈયાર છે. ત્યારે જો તમે પણ ગણેશોત્ત્સવ (Ganeshotsav) માટે ગણેશજીની મૂર્તિની ઘરે સ્થાપના (Sthapna) કરવાના હોવ તો, મૂર્તિ ખરીદતા સમયે આ નિયમો (Rules) નું ધ્યાન રાખવું.

મૂર્તિ ખરીદતા શું સંભાળ રાખવી

માર્કેટમાં ગણપતિ બાપ્પાની વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. પરંતુ જો વાસ્તુની વાત કરીએ તો, બાપ્પાની એવી મૂર્તિ લો કે, જેમાં તે બેઠા હોય કે સૂતેલા હોય. આવી મૂર્તિ ઘરમાં લાવવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.

ગણપતિની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ લાવતી વખતે ધ્યાનમાં રાખો કે, તેમની સૂંઢ કઈ તરફ છે. ભગવાન ગણેશજીની એવી મૂર્તિ ખરીદો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. આવી મૂર્તિની સ્થાપના કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. જમણી સૂંઢવાળા ગણેશજીની ફક્ત મંદિરોમાં જ પૂજા થાય છે. તેમનું વિસર્જન કરાતુ નથી આથી ઘરમાં મૂર્તિ પધરાવતી વખતે આ વાતની ખાસ કાળજી રાખવી.

મુશક અને મોદક હોવા જોઈએ

ગણપતિ બાપ્પાની મૂર્તિમાં તેમના પગ પાસે ઉંદર બેઠેલો હોવો જોઈએ. આ સાથે મોદક પણ હોવો જોઈએ.

ગણપતિની મૂર્તિ કેવી લાવવી?

બજારમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે. તમારે માત્ર (ઇકો-ફ્રેન્ડલી )માટીથી બનેલી મૂર્તિ લાવવી જોઈએ, કારણ કે તમે તેને સરળતાથી પાણીમાં વિસર્જન કરી શકો છો.પર્યાવરણને નુકસાન ન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. ગણેશજીની પૂજા સાથે પ્રકૃત્તિનું પણ જતન કરો. 

  • Follow us on: